________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ત્યારે તે વૈશ્યાયને ગોશાળાએ બે-ત્રણ વખત આમ કહેતા શીધ્ર કોપિત થયો યાવત્ દાંત કચકચાવતો. આતાપના ભૂમિથી ઊતર્યો, ઊતરીને તૈજસ સમુદ્યાતથી સમવહત થયો, થઈને સાત-આઠ પગલા પાછો ખસ્યો, ખસીને ગોશાળાના વધને માટે શરીરમાં રહેલ તેજને બહાર કાઢ્યું. ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાની અનુકંપા માટે વૈશ્યાયનના તેજને પ્રતિસંહરણાર્થે તેના માર્ગમાં શીતલ તેજોલેશ્યા બહાર કાઢી, જેથી મારી શીતલ તેજોલેશ્યાથી વૈશ્યાયનની તેજલેશ્યાનો પ્રતિઘાત થઈ જાય. ત્યારે તે વૈશ્યાયન, મારી શીતલ તેજોલેશ્યાથી પોતાની ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત થયો જાણીને ગોશાળાના શરીરને કંઈ પણ આબાધા કે વ્યાબાધા કે શરીર છેદ ન કરી શક્યાનું જોઈને, પોતાની તેજોલેશ્યાને પાછી સંહરી લીધી. સંઘરીને મને એમ કહ્યું કે મેં જાણી લીધું ભગવન્! મેં જાણી લીધું. ત્યારે તે ગોશાળાએ મને એમ કહ્યું કે - ભગવન્! આ “જુઓના શય્યાતરે, આપને એમ શું કહ્યું કે, “મેં જાણી લીધું, ભગવદ્ ! સમજી લીધું.” ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાને કહ્યું કે હે ગોશાળા! તું વૈશ્યાયન બાલતપસ્વીને જોઈને મારી પાસેથી મૌનપૂર્વક પાછો સરકીને વૈશ્યાયન પાસે ગયો, જઈને વૈશ્યાયનને પૂછયું કે - શું તમે તત્ત્વજ્ઞ કે તપસ્વી મુનિ છો અથવા “જુઓના શય્યાતર છો ? ત્યારે તે વૈશ્યાયને, તારા આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર ના કર્યો પણ મૌન રહ્યા. ત્યારે હે ગોશાળા! તે બાલતપસ્વીને બીજી-ત્રીજી વખત પણ પૂછ્યું કે, તમે તત્વજ્ઞ કે તપસ્વી. મુનિ યાવત્ શય્યાતર છો ? ત્યારે તે વૈશ્યાયને, તને બીજી–ત્રીજી વખત આમ કહેતો જાણીને અતિ કોપિત થઈ યાવત્ પાછા ખસ્યા, ખસીને તારા વધને માટે શરીરમાંથી તેજોલેશ્યા કાઢી. ત્યારે હે ગોશાળા! મેં તારી અનુકંપાથી વૈશ્યાયન બાલતપસ્વીની ઉષ્ણ તેજોલેશ્યાના પ્રતિસંહરણ માટે, તેના માર્ગમાં શીતલ તેજોલેશ્યા છોડી યાવત્ તેને પ્રતિહત જાણીને તારા શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા કે શરીરછેદ ન કરાયેલ જોઈને તેણે ઉષ્ણ તેજોલેશ્યા પાછી સંહરી લીધી, સંહરીને મને કહ્યું - ભગવન્! મેં જાણી લીધુ, ભગવન્! સમજી લીધુ. ત્યારે તે ગોશાલકે મારી પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને ભયભીત થયો યાવત્ સંજાત ભયથી મને વંદન, નમન કરીને, મને એમ પૂછ્યું કે - ભગવદ્ ! સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલકને કહ્યું - ગોશાલક! જે નખસહિત બંધ કરેલ મુઠ્ઠી જેટલા અડદના બાકુળા તથા એક કોગળા જેટલા પાણીથી નિરંતર છટ્ટ-છઠ્ઠના તપશ્ચરણપૂર્વક બંને હાથ ઊંચા રાખીને યાવત્ આતાપના લઈ વિચરે, તેને છ માસને અંતે સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. ત્યારે ગોશાલકે મારી આ વાતને સમ્ય વિનયપૂર્વક સ્વીકારી. - 642. ત્યારે હે ગૌતમ ! હું અન્ય કોઈ દિવસે ગોશાળા મંખલિપુત્રની સાથે કૂર્મગ્રામ નગરથી સિદ્ધાર્થ ગ્રામ નીકળ્યો. જ્યારે અમે તે સ્થાનની નજીક આવ્યા. જ્યાં તે તલનો છોડ હતો, ત્યારે તે ગોશાળાએ કહ્યું - ભગવન્! આપે તે દિવસે મને આમ કહેલ યાવત્ પ્રરૂપેલ કે હે ગોશાળા! આ તલનો છોડ નિષ્પન્ન થશે, યાવત્ સાતા તલ ઉત્પન્ન થશે. તે મિથ્યા છે, તે આ પ્રત્યક્ષ દેખાય છે કે આ તે તલનો છોડ નિષ્પન્ન થયો નથી, અનિષ્પન્ન જ છે અને તે સાત તલપુષ્પજીવો ચ્યવીને આ તલના છોડમાં, તેની એક તલની ફળીમાં સાત તલ ઉત્પન્ન થયા નથી. ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાને કહ્યું ત્યારે મેં કહેલા યાવત્ પ્રરૂપેલા આ કથનની તે શ્રદ્ધા, પ્રતીતિ, રૂચી કરી ન હતી. એ કથનની અશ્રદ્ધા, અપ્રીતિ, અરૂચી કરતો, મારા નિમિત્તે આ મિથ્યાવાદી થાઓ, એમ વિચારી મારી પાસેથી નીકળી, ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને જ્યાં તલનો છોડ હતો, ત્યાં ગયો. યાવતુ એકાંતમાં તે છોડ ફેંકી દીધો. હે ગોશાળા! તત્ક્ષણ જ દિવ્ય વાદળો પ્રગટ્યા. ત્યારે તે દિવ્ય વાદળો યાવત્ તે તલનો છોડ એક તલ ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયો. હે ગોશાળા! એ રીતે તે તલનો છોડ નિષ્પન્ન જ છે, અનિષ્પન્ન નથી, તે સાત તલ પુષ્પજીવો પણ મરીને આ જ તલના છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે. આ પ્રકારે હે ગોશાલક ! વનસ્પતિકાયિક પ્રવૃત્ત પરિહાર પરિહરે છે અર્થાત વનસ્પતિકાય જીવ, મરીને એ જ શરીરમાં પુન: ઉત્પન્ન થઇ શકે છે. ત્યારે તે ગોશાલકે મારા એ કથનની યાવત્ પ્રરૂપેલા એ અર્થની શ્રદ્ધાદિ ન કર્યા, એ કથનની અશ્રદ્ધા યાવત્ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 59