________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! દુપ્રણિધાન કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે - મનઃદુપ્રણિધાનાદિ, પ્રણિધાનમાં કહ્યા મુજબ દંડક અહીં પણ કહેવા. ભગવનું ! સુપ્રણિધાન કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે - મનઃસુપ્રણિધાન, વચનસુપ્રણિધાન, કાયસુપ્રણિધાન. ભગવન્! મનુષ્યને કેટલા સુપ્રણિધાન છે? પૂર્વવતું. વૈમાનિક સુધી આમ કહેવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવતુ વિચરે છે. ત્યારપછી શ્રમણ ભગવદ્ મહાવીર યાવત્ બાહ્ય જનપદમાં વિચરે છે. સૂત્ર૭૪ થી 748 74. તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, યાવત્ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્યથી કંઈક સમીપ ઘણા અન્યતીર્થિકો રહેતા હતા. તે આ પ્રમાણે છે - કાલોદાયી, શૈલોદાયી, આદિ શતક-૭-માં અન્યતીર્થિકોદ્દેશકમાં કહ્યા મુજબ છે યાવત્ અન્યતીર્થિકોની તે વાત કેમ માનવી? ત્યાં રાજગૃહ નગરમાં મદ્રક નામે શ્રાવક વસતો હતો. તે ધનાઢ્ય યાવતુ અપરિભૂત હતો. જીવાજીવનો જ્ઞાતા થઈ વિચરતો હતો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્યદા કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા, યાવત્ પધાર્યા, પર્ષદા નીકળી યાવત્ પર્યુપાસના કરે છે. ત્યારે મદ્રક શ્રાવકે આ વૃત્તાંત જાણ્યો. તે હર્ષિત, સંતુષ્ટ યાવતું આનંદિત હૃદય થયો. સ્નાન કર્યું યાવતું શરીર અલંકારી, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતા રાજગૃહનગરે યાવત્ પ્રસ્થાન કર્યું. ચાલતા ચાલતા તે અન્યતીર્થિકોની નિકટથી પસાર થયો. ત્યારે તે અન્યતીર્થિકોએ મદ્રક શ્રાવકને નિકટથી પસાર થતો જોયો. જોઈને એકબીજાને બોલાવી, આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! આપણે આ વાત અવિદિત છે, આ મદ્રુક શ્રાવક આપણી નિકટથી જઈ રહ્યો છે, તો હે દેવાનુપ્રિયો ! એ શ્રેયસ્કર છે કે આપણે મદ્રક શ્રાવકને આ વાત પૂછીએ. એમ કરીને એકબીજા સમીપે, આ વાતને સ્વીકારી, સ્વીકારીને મદ્રુક શ્રાવક પાસે આવ્યા. આવીને મદ્રક શ્રાવકને આમ કહ્યું - | હે મદ્રુક! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ, જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાય પ્રરૂપે છે. જેમ શતક-૭-માં અન્યતીર્થિક ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્ હે મદ્રક! આમ કઈ રીતે છે? ત્યારે તે મદ્રુક શ્રાવકે તે અન્યતીર્થિકોને આમ કહ્યું - આ ધર્માસ્તિકાય આદિના કાર્યથી તેનું અસ્તિત્વ જાણી અને દેખી શકાય છે. આ પદાર્થોના કાર્ય વિના તેને જાણી-દેખી શકાતું નથી. ત્યારે અન્યતીર્થિકોએ આમ પૂછયું - હે મદ્રક! તું કેવો શ્રાવક છે કે તું આ અર્થને જાણતો-જોતો નથી? ત્યારે મક શ્રાવકે તે અન્યતીર્થિકોને કહ્યું - હે આયુષ્યમાનો ! વાયુ વાય છે ? હા, વાય છે. આયુષ્યમાનો! તમે વહેતી હવાનું રૂપ જુઓ છો? ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનો ! ધ્રાણ સહગત પુદ્ગલો છે? હા, છે. તમે ધ્રાણ સહગત પુદ્ગલના રૂપને જોયું છે ? ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનો ! અરણિ સહગત અગ્નિકાય છે? હા, છે. તમે અરણિ સહગત અગ્નિકાયના રૂપને જુઓ છો ? ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનો ! સમુદ્રને પાર જઈને રૂપો છે? હા, છે. તમે સમુદ્ર પારગત રૂપોને જુઓ છો? ના, તે અર્થ સમર્થ નથી, હે આયુષ્યમાનો ! દેવલોકગત રૂપો છે? હા, છે. તમે દેવલોકગત રૂપોને જુઓ છો ? ના, તેમ નથી. હે આયુષમાનો ! આ પ્રમાણે હું, તમે, કે બીજા કોઈ છદ્મસ્થ જે કંઈ ન જાણીએ, ન જોઈએ, “તે બધુ નથી હોતુ” એવું માનીએ તો લોકમાં ઘણા પદાર્થોનું અસ્તિત્વ ન રહે. એમ કહી મદ્રુકે તેમને પ્રતિહત કર્યા. એમ કરીને ગુણશીલ ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવંત મહાવીરને પંચવિધ અભિગમથી યાવતુ પર્યાપાસ્યા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 105