________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નિર્ચન્થોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્યમાસ છે, તે બે ભેદે છે - શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. એ પ્રમાણે જેમ ધાન્યસરિસવમાં કહ્યું તેમ અહીં કહેવું યાવત્ તેથી કહ્યું કે યાવત્ અભક્ષ્ય છે. ભગવદ્ ! આપને કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય. હે સોમિલ! કુલત્થા ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. એમ કેમ કહ્યું યાવત્ અભક્ષ્ય છે? હે સોમિલ! તમારા બ્રાહ્મણનયમાં કુલત્થા બે પ્રકારે છે. તે આ પ્રમાણે - સ્ત્રી કુલત્થા અને ધાન્ય કુલત્થા. તેમાં જે સ્ત્રીકુલત્થા છે, તે ત્રણ ભેદે છે. તે આ પ્રમાણે -કુલ કન્યા, કુલ વધૂ. કુલ માતા. આ ત્રણે શ્રમણ નિન્થોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય કુલત્થા છેજેમ ધાન્ય સરિસવમાં કહ્યું તેમ જાણવું. તેથી એમ કહ્યું કે યાવત્ અભક્ષ્ય પણ છે. સૂત્ર-૭૫૭ ભગવન્! આપ એક છો, બે છો, અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો કે અનેક ભૂતભાવ ભાવિક છો ? હે સોમિલ! હું એક પણ છું યાવત્ અનેકભૂત ભાવ ભાવિક પણ છું. ભગવન્! કયા કારણે આપ એમ કહો છો કે યાવત્ હું ભાવિક પણ છું ? હે સોમિલ! દ્રવ્યાર્થપણે હું એક છું, જ્ઞાન-દર્શન અર્થથી હું બે છું, પ્રદેશાર્થથી હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું. ઉપયોગ અર્થથી હું અનેકભૂત-ભાવ-ભાવિક પણ છું, તે કારણથી યાવતું એમ કહ્યું કે- હું ભાવિક પણ છું. આ બધું સાંભળી. તે સોમિલ બ્રાહ્મણ સંબુદ્ધ થયો. શ્રમણ ભગવંત મહાવીરને સ્કંદકની માફક યાવત્ તે જે કંઈ આપ કહો છો, જે પ્રકારે આપ દેવાનુપ્રિયની પાસે ઘણા રાજા, ઇશ્વર એ પ્રમાણે જેમ રાયપૂસેણઈયમાં ચિત્રસારથી યાવતુ બાર પ્રકારે શ્રાવક ધર્મને સ્વીકારે છે, સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદીને યાવતું પાછો ગયો. ત્યારે તે સોમિલ બ્રાહ્મણ શ્રાવક થયો યાવત્ જીવાજીવનો જ્ઞાતા થયો યાવત્ વિચરણ કરવા લાગ્યો. ભન્ત! એમ સંબોધન કરીને, ગૌતમસ્વામી, શ્રમણ ભગવંત મહાવીરને વંદે છે, નમે છે. વાંદી-નમીને પૂછ્યું - હે ભગવન્! સોમિલ બ્રાહ્મણ આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને પ્રવ્રજિત થવા સમર્થ ? જેમ શંખ શ્રાવકમાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું યાવત્ અંત કરશે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૧૮, ઉદ્દેશા-૧૦નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 111