________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસંખ્યાત કોડાકોડી યોજન, દક્ષિણમાં અસંખ્યાત, એ પ્રમાણે પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ છે, એ પ્રમાણે ઉપર અને નીચે પણ અસંખ્યાત કોડાકોડી યોજન લંબાઈ અને પહોળાઈથી છે. ભગવન્! આટલા મોટા લોકમાં શું કોઈ પરમાણુ પુદ્ગલ જેટલો પણ આકાશ પ્રદેશ છે, જ્યાં આ જીવે જન્મમરણ કરેલ ન હોય ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ભગવદ્ ! એમ કેમ કહો છો કે આટલા મોટા લોકમાં કોઈ પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ નથી, જ્યાં આ જીવે જન્મ કે મરણ કરેલ ન હોય? ગૌતમ! જેમ કોઈ પુરુષ, બકરીઓ માટે એક મોટો અજાવ્રજ બનાવે. તે ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર બકરીઓને રાખે, ત્યાં તેમને માટે પ્રચુર ગોચર અને પ્રચુર પાણી હોય. જો તે બકરીઓ ત્યાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે તો હે ગૌતમ ! તે અજાવ્રજનો કોઈ પણ પરમાણુ-પુદ્ગલ માત્ર પ્રદેશ એવો રહે કે જ્યાં તે બકરીઓના મળ-મૂત્ર, શ્લેષ્મ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક્ર, લોહી, ચર્મ, રોમ, શૃંગ, ખૂર અને નખોથી અસ્કૃષ્ટ ન રહ્યો હોય ? ભગવન્! તે અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! કદાચ તે વાડામાં કોઈ એક પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ એવો રહી પણ શકે છે, જે તે બકરીના મલ-મૂત્ર યાવત્ નખોથી સ્પષ્ટ થયો ન હોય, પરંતુ આટલા મોટા લોકમાં, લોકના શાશ્વતભાવની દૃષ્ટિથી, સંસારના અનાદિ હોવાના કારણે, જીવની નિત્યતા, કર્મ બહુત્વ અને જન્મ-મરણની બહુલતાને આશ્રીને કોઈ પરમાણુ યુગલ માત્ર પણ પ્રદેશ નથી જ્યાં આ જીવના જન્મ કે મરણ ન થયા હોય, તેથી, ગૌતમ ! તેમ કહ્યું કે લોકના સર્વ આકાશ પ્રદેશો પર આ જીવે અનંતવાર જન્મ-મરણ કર્યા છે. સૂત્ર-પપ૧ ભગવન્! પૃથ્વી કેટલી છે ? ગૌતમ ! સાત. જેમ પહેલા શતકમાં પાંચમા ઉદ્દેશકમાં કહ્યું, તેમજ નરકાદિના આવાસો કહેવા. આ રીતે પાંચે અનુત્તર વિમાનોમાં અપરાજિત, સર્વાર્થસિદ્ધ મહા વિમાન સુધી કહેવું. ભગવન્! શું આ જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસોમાં પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક પણે યાવત્ વનસ્પતિકાયિકપણે, નરકપણે, નૈરયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે. હા, ગૌતમ ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયેલ છે. ભગવન્આ જીવ શર્કરામભા પૃથ્વીના પચ્ચીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક પણે યાવત્ વનસ્પતિકાયિકપણે, નરકપણે, નૈરયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે.એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં કહ્યું તેમાં આલાવા કહેવા. એ પ્રમાણે ધૂમપ્રભામાં સુધી કહેવું. ભગવન્! આ જીવ, તમ:પ્રભા પૃથ્વીના પાંચ ન્યૂન એક લાખ નરકાવાસોમાં પ્રત્યેકમાં પૂર્વે ઉત્પન્ન થયેલ છે? ગૌતમ ! પૂર્વવત્ જાણવું. ભગવન્! આ જીવમાં અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તરમાં મોટા મહાન મહાનરકોમાં પ્રત્યેક નરકાવાસમાં પૂર્વે ઉત્પન્ન થયેલ છે? ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી સમાન મુજબ બધું જાણવું.. ભગવન્! આ જીવ અસુરકુમારના 64 લાખ આવાસમાં પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૃથ્વીકાયિકપણે યાવત્ વનસ્પતિકાયિકપણે, દેવપણે, દેવીપણે, આસન-શયન-ભાંડ-માત્ર-ઉપકરણરૂપે પહેલા ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! યાવત્ અનંતવાર થયો છે. આ પ્રમાણે બધા જીવોના વિષયમાં સ્વનિતકુમારોમાં સુધી બધે કહેવું. પરંતુ તેના આવાસોમાં વૈવિધ્ય છે, જે સંખ્યા પૂર્વે કહેલ છે. ભગવદ્ ! આ જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક આવાસોમાંથી પ્રત્યેક પૃથ્વીકાયિકાવાસોમાં પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિકમાં પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! યાવતુ અનંતવાર ઉત્પન્ન થયેલ છે. એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. એ પ્રમાણે વનસ્પતિકાય પર્યન્ત કહેવું. ભગવદ્ ! આ જીવ અસંખ્યાત બેઇન્દ્રિય આવાસોમાં શું પ્રત્યેક બેઇન્દ્રિય આવાસમાં પૃથ્વીકાયિક યાવત્ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 20