________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. સૂત્ર-૮૬૫ ભગવન્! યોગ કેટલા ભેદે છે ? ગૌતમ! ૧૫-ભેદે. તે આ - સત્ય મનોયોગ, મૃષા મનોયોગ, સત્યામૃષા. મનોયોગ, અસત્યામૃષા મનોયોગ, સત્ય વચનયોગ, મૃષા વચનયોગ, સત્યામૃષા વચનયોગ, અસત્યામૃષા વચનયોગ, ઔદારિક શરીર કાયયોગ, ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, વૈક્રિય શરીર કાયયોગ, વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ, આહારક શરીર કાયયોગ, આહારક મિશ્ર શરીર કાયયોગ, કાર્પણ શરીર કાયયોગ. ભગવદ્ ! આ પંદર પ્રકારના કાયયોગમાં જઘન્ય-ઉત્કૃષ્ટમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! 1. સૌથી થોડા કાર્મણશરીર જઘન્યયોગી, 2. ઔદારિક મિશ્ર જઘન્યયોગ અસંખ્યાતા, 3. વૈક્રિય મિશ્ર જઘન્યયોગી અસંખ્યાતા, 4. ઔદારિક શરીરના જઘન્યયોગી અસંખ્યાતા. 5. વૈક્રિય શરીરના જઘન્ય યોગી અસંખ્યાતા, 6. કાર્મણશરીરના ઉત્કૃષ્ટ યોગી અસંખ્યાતા, 7. આહારક મિશ્રના જઘન્ય યોગી અસંખ્યાતા, 8. તેના જ ઉત્કૃષ્ટયોગી અસંખ્યાતા, 9. ઔદારિક મિશ્રના, 10. વૈક્રિય મિશ્રના, આ છેલ્લા બંને યોગ ઉત્કૃષ્ટથી તુલ્ય અને અસંખ્યાતા, 11. અસત્યામૃષા મનોયોગના જઘન્ય યોગી અસંખ્યાતા, 12. આહારક શરીરના જઘન્ય યોગી અસંખ્યાતા, 13 થી 15. તેનાથી ત્રણ પ્રકારના મનોયોગના, 16 થી 19. ચાર પ્રકારના વચન યોગના, આ સાતે તુલ્ય જઘન્ય યોગ અસંખ્યાતા. 20. આહારક શરીરના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતા, 21 થી 30. ઔદારિક શરીરના, વૈક્રિય શરીર, ચાર મનોયોગ અને ચાર વચનયોગ આ દશે તુલ્ય ઉત્કૃષ્ટ યોગમાં અસંખ્યાતગુણા છે - ભગવન્! તે એમ જ છે. શતક-૨૫, ઉદ્દેશો- 2 “દ્રવ્ય” સૂત્ર-૮૬૬ ભગવન્! કેટલા દ્રવ્યો છે? ગૌતમ! બે ભેદે. જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય. ભગવન્! અજીવદ્રવ્યો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - રૂપી અજીવદ્રવ્યો, અરૂપી અજીવદ્રવ્યો. એ રીતે આ અભિશાપથી, અજીવપર્યાય મુજબ યાવતુ હે ગૌતમ! તેમ કહ્યું છે કે - અજીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પણ અનંત છે. ભગવન્! જીવદ્રવ્યો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ! તે સંખ્યાત કે અસંખ્યાત નથી, પણ અનંત છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું યાવત્ જીવદ્રવ્ય અનંત છે? ગૌતમ! નૈરયિક અસંખ્યાત છે યાવત્ વાયુકાયિક અસંખ્યાત છે, વનસ્પતિકાય અનંત છે. બેઇન્દ્રિય યાવત્ વૈમાનિક અસંખ્યાત છે, સિદ્ધો અનંત છે. તેથી જીવો અનંતા કહ્યા. સૂત્ર-૮૬૭ ભગવન્! જીવદ્રવ્યોના પરિભોગમાં અજીવદ્રવ્યો આવે કે અજીવ દ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો આવે છે ? ગૌતમ! અજીવદ્રવ્યો, જીવદ્રવ્યોના પરિભોગમાં આવે છે, અજીવદ્રવ્યોના પરિભોગમાં જીવદ્રવ્યો ન આવે. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જીવદ્રવ્યો, અજીવદ્રવ્યોને ગ્રહણ કરે છે. કરીને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્પણ શરીરરૂપે.. શ્રોત્ર યાવત્ સ્પર્શ ઇન્દ્રિયરૂપે, મન-વચન-કાય યોગરૂપે અને શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવે છે. તેથી એમ કહ્યું કે યાવત્ ઉપભોગમાં આવે છે. ભગવન્! નૈરયિકોને અજીવદ્રવ્યો પરિભોગમાં આવે કે અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં આવે? ગૌતમ! નૈરયિકોને અજીવદ્રવ્યો પરિભોગમાં આવે, અજીવ દ્રવ્યોને નૈરયિકો પરિભોગમાં ન આવે. એમ કેમ? ગૌતમ! નૈરયિકો અજીવ દ્રવ્યોને ગ્રહણ કરીને વૈક્રિય-તૈજસ-કાશ્મણ, શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય, શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવે છે, તેથી એમ કહ્યું છે, ગૌતમ! વૈમાનિક સુધી આમ જાણવુ. વિશેષ એ કે - શરીર, ઇન્દ્રિય, યોગો જેને જે હોય તે કહેવા સૂત્ર-૮૬૮ ભગવન્! અસંખ્ય લોક આકાશમાં અનંત દ્રવ્યો રહી શકે ? ગૌતમ! હા, રહી શકે. ભગવદ્ ! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી દિશાથી આવીને પુદ્ગલો એકત્રિત થાય છે? ગૌતમ! નિર્વાઘાતથી છ એ દિશાથી, વ્યાઘાતને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 166