________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અનંતરનિર્ગત નૈરયિક, શું નૈરયિકાયુ બાંધે ? યાવત્ દેવાયુ બાંધે? ગૌતમ ! નૈરયિક યાવત્ દેવાયુ, એકે ન બાંધે. ભગવન્! પરંપર નિર્ગત નૈરયિક, નૈરયિકાયુ બાંધે? પ્રશ્ન. ગૌતમ ! નૈરયિકાયુ પણ બાંધે યાવત્ દેવાયુ પણ બાંધે. ભગવન્! અનંતર-પરંપર અનિર્ગત નૈરયિકનો પ્રશ્ન - ગૌતમ ! નૈરયિકાયુ પણ ન બાંધે, યાવત્ દેવાયુ પણ ન બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી સંપૂર્ણ કહેવું. ભગવન્! નૈરયિકો, શું અનંતર ખેદોપપન્નક છે, પરંપર ખેદોપપન્નક છે કે અનંતર પરંપર ખેદાનુપપન્નક છે ? ગૌતમ ! નૈરયિકો આ આલાવાથી પૂર્વોક્ત ચારે દંડક કહેવા. ભગવન! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૪, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૨ ‘ઉન્માદ' સૂત્ર-૬૦૦, 601 600. ભગવન્! ઉન્માદ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ - યક્ષાવેશથી અને મોહનીયકર્મના ઉદયથી. તેમાં જે યક્ષાવેશ છે, તે સુખે વેચાય છે અને સુખે છોડાવાય છે. તેમાં જે મોહનીય કર્મના ઉદયથી છે, તે દુઃખથી વેદાય છે અને દુઃખથી છોડાવાય છે. ભગવન્! નારક જીવોમાં કેટલા ભેદે ઉન્માદ છે? ગૌતમ ! બે ભેદ - યક્ષાવેશથી અને મોહનીયકર્મ ઉદયથી. ભગવન્એમ કેમ કહો છો કે નૈરયિકને બે પ્રકારનો ઉન્માદ છે? ગૌતમ ! કોઈ દેવ નૈરયિકો ઉપર અશુભ પુદ્ગલ પ્રક્ષેપે, તે અશુભ પુગલોના પ્રક્ષેપથી તે નૈરયિક યક્ષાવિષ્ટ ઉન્માદને પામે છે, મોહનીય કર્મના ઉદયથી મોહનીય ઉન્માદને પામે છે, તેથી પૂર્વવત્ કહ્યું કે યાવત્ ઉન્માદ પામે. ભગવદ્ ! અસુરકુમારને કેટલા ભેદે ઉન્માદ છે? એ પ્રમાણે નૈરયિકવત્ જાણવુ. વિશેષ એ કે - મહર્ફિક દેવ અશુભ પુદ્ગલ પ્રક્ષેપે છે, તે અશુભ પુદ્ગલોના યક્ષાવેશરૂપ ઉન્માદને પ્રાપ્ત થાય છે. તથા મોહનીય કર્મના ઉદયથી. મોહનીય કર્મજન્ય ઉન્માદને પામે છે. તેથી પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિક યાવત્ મનુષ્યો સુધી નૈરયિકો સમાન કહેવું. વ્યંતરાદિ દેવોને, અસુરકુમારવત્ જાણવુ. 601. ભગવન્! કાલવર્ષે મેઘ વૃષ્ટિકાયવ વરસાવે છે ? હા, વરસાવે છે. ભગવન્! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિકાર્યો કરવા ઇચ્છે છે, ત્યારે તે કઈ રીતે વૃષ્ટિ કરે છે? ગૌતમ ! ત્યારે શક્રેન્દ્ર અત્યંતર પર્ષદાના દેવોને બોલાવે છે, બોલાવેલ તે અત્યંતર પર્ષદાના દેવ, બાહ્ય પર્ષદાના દેવોને બોલાવે છે, તે બાહ્ય પર્ષદાના બોલાવાયેલ દેવ બાહ્ય-બાહ્યના દેવોને બોલાવે છે, પછી તે બાહ્ય-બાહ્ય દેવ આભિયોગિક દેવોને બોલાવે છે, પછી તે બોલાવાયેલ આભિયોગિક દેવ વૃષ્ટિકાયિક દેવોને બોલાવે છે, ત્યારે તે બોલાવાયેલ વૃષ્ટિકાયિક દેવ વૃષ્ટિ કરે છે. આ પ્રમાણે હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિ કરે છે. ભગવન ! શું અસુરકુમાર દેવ પણ વૃષ્ટિ કરે છે ? હા, કરે છે. ભગવનઅસુરકુમાર દેવો કયા પ્રયોજનથી વૃષ્ટિ કરે છે ? ગૌતમ ! જે આ અરહંત ભગવંતો છે, તેમના જન્મ મહોત્સવ, નિષ્ક્રમણ મહોત્સવ, જ્ઞાનોત્પાદ મહોત્સવ, પરિનિર્વાણ મહોત્સવમાં હે ગૌતમ ! નિશ્ચ અસુરકુમાર દેવો વૃષ્ટિકાર્યો કરે છે. એ રીતે નાગકુમારો યાવત્ સ્વનિતકુમારો સુધી કહેવા. વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક દેવોમાં પણ આમ જ કહેવું. સૂત્ર-૬૦૨ ભગવન્જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઇશાન તમસ્કાયને કરવા ઇચ્છે, ત્યારે તે કઈ રીતે કરે છે? ગૌતમ ! ત્યારે દેવેન્દ્ર દેવરાજ ઇશાન અત્યંતર પર્ષદાના દેવોને બોલાવે છે, બોલાવાયેલ તે આત્યંતર પર્ષદાના દેવો, એ પ્રમાણે શક્રમાં કહ્યા મુજબ યાવત્ આભિયોગિક દેવોને બોલાવે છે, તેઓ તમસ્કાય દેવોને બોલાવે છે ત્યારે તે તમસ્કાય દેવો. તમસ્કાયને કરે છે. હે ગૌતમ ! આ રીતે ઇશાનેન્દ્ર તમસ્કાયને કરે છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 45