________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસંખ્યાતા. કેટલા વનસ્પતિકાયિકો અવગાઢ છે? અનંતા. ભગવન્! જ્યાં એક અપ્રકાયિક અવગાઢ છે, ત્યાં કેટલા પૃથ્વીકાયિકો અવગાઢ છે ? અસંખ્યાતા. કેટલા અપ્રકાયિકો અવગાઢ છે ? અસંખ્યાતા. એ પ્રમાણે પૃથ્વીકાયિકની વક્તવ્યતા મુજબ બધામાં સંપૂર્ણ કહેવું યાવત્ વનસ્પતિકાયિક. યાવત્ કેટલા વનસ્પતિકાયિકો ત્યાં અવગાઢ છે? અનંતા. સૂત્ર-૫૮૧ ભગવન ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયમાં કોઈ બેસવા, રહેવા, નિષદ્યા કરવા, સૂવા. માટે સમર્થ થાય? ના, આ અર્થ સમર્થ નથી. ત્યાં અનંતા જીવો અવગાઢ હોય છે. ભગવન્! એમ કેમ કહો છો? ગૌતમ ! જેમ કોઈ કૂટાગારશાળા હોય, જે બંને તરફથી લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્તદ્વાર હોય, ઇત્યાદિ જેમાં રાયપ્પલેણઈયમાં કહ્યું યાવત્ દ્વારના કમાડ બંધ કરી દે છે. તે કૂટાગાર શાળાના બહુમધ્ય દેશભાગમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી 1000 દીવા પ્રગટાવે. ગૌતમ ! તે દીવાની લેગ્યાઓ પરસ્પર સંબદ્ધ, પરસ્પર પૃષ્ટ યાવત્ પરસ્પર એકરૂપ થઈને રહે છે? હા, રહે છે. હે ગૌતમ ! કોઈ તે દીવાની લેશ્યામાં બેસવા, સૂવા કે યાવત્ પડખા બદલવા સમર્થ છે? ભગવદ્ ! તેવું ન થાય, ત્યાં અનંત જીવો અવગાઢ હોય છે. તેથી ગૌતમ ! પૂર્વવત્ કહ્યું છે. સૂત્ર-૫૮૨ ભગવન્! લોકનો બહુસમ ભાગ ક્યાં છે? ભગવન્! લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ ક્યાં છે? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર અને નીચેના ક્ષુદ્ર પ્રતરોમાં લોકનો બહુસમ ભાગ છે અને આ જ લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ છે. ભગવદ્ લોકનો વિગ્રહ-વિગ્રહિક ભાગ ક્યાં છે? ગૌતમ ! જ્યાં વિગ્રહ કંડક છે, તે જ લોકનો વિગ્રહવિગ્રહિક ભાગ કહેવાય છે. સૂત્ર-૫૮૩ ભગવનલોક કયા સંસ્થાને છે ? ગૌતમ ! સુપ્રતિષ્ઠક સંસ્થાને લોક છે. નીચે વિસ્તીર્ણ, મધ્યમાં સાતમાં શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું, તેમ યાવત્ અંત કરે છે. ભગવન્આ અધો-તીર્જી-ઉર્ધ્વલોકમાં કયો કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી નાનો તિર્થાલોક છે, ઉર્ધ્વલોક અસંખ્યાતગણો છે, અધોલોક વિશેષાધિક છે. ભગવન્! તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૫ ‘આહાર' સૂત્ર-૫૮૪ ભગવન્! નૈરયિકો શું સચિત્તાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી છે ? ગૌતમ ! સચિત્ત કે મિશ્રાહારી નથી, અચિત્તાહારી છે. આ પ્રમાણે અસુરકુમારાદિ, નૈરયિક ઉદ્દેશક-૧ સંપૂર્ણ કહેવો. ભગવન્! તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૬ ઉપપાત' સૂત્ર-પ૮૫ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - નૈરયિક સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ ! નૈરયિકો સાંતર પણ ઉપજે અને નિરંતર પણ ઉપજે છે. એ પ્રમાણે અસુરકુમારો પણ જાણવા. એ પ્રમાણે શતક-૯ના ‘ગાંગેય ઉદ્દેશામાં કહ્યા મુજબ છે, તેમ બે દંડકો કહેવા. યાવતુ વૈમાનિક નિરંતર પણ ચ્યવે છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 37