________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કહ્યો, તે રીતે કષાયાત્મા અને દર્શનાત્માનો સંબંધ કહેવો. કષાયાત્મા અને ચારિત્રાત્મા બંને પરસ્પર ભજનાએ કહેવા. જેમ કષાયાત્મા અને યોગાત્માનો સંબંધ કહ્યો તેમ કષાયાત્મા અને વીર્યાત્માનો સંબંધ કહેવો. એ પ્રમાણે જેમ કષાયાત્માની વક્તવ્યતા કહી તેમ ઉપરના સાથે તેનો સંબંધ કહેવો. જે પ્રમાણે દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી, તે પ્રમાણે ઉપયોગાત્માની વક્તવ્યતા પણ આગળના ચાર આત્મા સાથે કહેવી. જેને જ્ઞાનાત્મા હોય, તેને દર્શનાત્મા નિયમા હોય છે, જેને દર્શનાત્મા હોય તેને જ્ઞાનાત્માની ભજના છે. જેને જ્ઞાનાત્મા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, કદાચ ન હોય. પણ જેને ચારિત્રાત્મા હોય તેને જ્ઞાનાત્મા નિયમા હોય છે. જ્ઞાનાત્મા, વીર્યાત્મા બંને પરસ્પર ભજનાથી હોય છે. જેને દર્શનાત્મા છે, તેને ઉપરના બંને ભજનાએ હોય છે. પણ જેને તે બંને હોય તેને દર્શનાત્મા નિયમા હોય. જેને ચારિત્રાત્મા છે. તેને વીર્યાત્મા નિયમથી હોય, જેને વીર્યાત્મા હોય, તેને ચારિત્રાત્મા કદાચ હોય, કદાચ ના હોય. ભગવન ! આ દ્રવ્યાત્મા, કષાયાત્મા યાવત્ વીર્યાત્મામાં આ આઠેમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા ચારિત્રાત્મા છે, જ્ઞાનાત્મા તેનાથી અનંતગુણા છે, કષાયાત્મા અનંતગુણ, યોગાત્મા વિશેષાધિક છે, વીર્યાત્મા પણ વિશેષાધિક છે. ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા ત્રણે તુલ્ય અને વિશેષાધિક છે. પ૬૧. ભગવદ્ ! આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે ? ગૌતમ ! આત્મા કદાચિત્ જ્ઞાનરૂપ, કદાચિત્ અજ્ઞાનરૂપ છે, જ્ઞાન તો નિયમથી આત્મરૂપ જ છે. ભગવન્નૈરયિકોની આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ ? ગૌતમ ! નૈરયિકોની આત્મા કથંચિત જ્ઞાનરૂપ, કથંચિત અજ્ઞાનરૂપ છે. પણ તેમનું જ્ઞાન નિયમથી આત્મરૂપ છે. તે પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત જાણવું. ભગવદ્ ! પૃથ્વીકાયિકનો આત્મા નિયમથી અજ્ઞાનરૂપ છે, તેનું અજ્ઞાન અવશ્ય આત્મ સ્વરૂપ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવુ. બે-ત્રણ ઇન્દ્રિયથી વૈમાનિક સુધી નૈરયિકવત્ કહેવું. ભગવન્! આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમ ! આત્મા નિયમા દર્શનરૂપ છે, દર્શન પણ નિયમા આત્મારૂપ છે. ભગવનનૈરયિકોનો આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમ ! નૈરયિક જીવોનો આત્મા નિયમથી દર્શનરૂપ છે, તેમનું દર્શન પણ નિયમાં આત્મરૂપ છે. આ પ્રમાણે યાવત્ વૈમાનિક સુધી ચોવીશે દંડકમાં જાણવુ. સૂત્ર-પ૬૨ ભગવન્! રત્નપ્રભા પૃથ્વી આત્મરૂપ છે કે અન્યરૂપ ? ગૌતમ ! રત્નપ્રભા કથંચિત્ આત્મરૂપ છે, કથંચિત આત્મરૂપ નથી. કથંચિત અવક્તવ્ય છે. ભગવદ્ ! આપ કયા કારણથી આમ કહો છો ? ગૌતમ ! પોતાના પોતાના સ્વરૂપથી આત્મરૂપ છે. પર સ્વરૂપથી નો-આત્મરૂપ છે. ઉભયરૂપની વિવલાથી અવક્તવ્ય છે અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી સત્-અસત્ રૂપ હોવાથી, એ પ્રમાણે કહ્યું છે. ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વી આત્મરૂપ છે ? જેમ રત્નપ્રભા પૃથ્વીમાં કહ્યું, તેમ શર્કરામભામાં પણ જાણવુ. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી સુધી કહેવું. ભગવન્! સૌધર્મકલ્પ આત્મરૂપ છે?, ગૌતમ! સૌધર્મકલ્પ કથંચિત આત્મરૂપ છે, કથંચિત નોઆત્મરૂપ છે યાવત્ તે અવક્તવ્ય છે. ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ ! પોતાને આશ્રીને તે આત્મરૂપ છે, બીજાને આશ્રીને તે નોઆત્મરૂપ છે, તદુભયને આશ્રીને અવક્તવ્ય છે કેમ કે આત્મરૂપ-નોઆત્મરૂપ છે. તેથી એમ કહ્યું છે. એ પ્રમાણે અશ્રુતકલ્પ પર્યન્ત કહેવું. ભગવન્! ગ્રેવેયક વિમાન આત્મરૂપ છે કે તેથી ભિન્ન છે ? જેમ રત્નપ્રભામાં કહ્યું તેમ અહીં કહેવું, એ પ્રમાણે અનુત્તર વિમાનમાં પણ કહેવું, એ રીતે ઇષત્ પ્રાશ્મારામાં પણ કહેવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 25