________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ગૌતમ ! જીવોનું અધિકરણ આ ત્રણેથી થાય છે. ભગવન્! એમ કેમ કહો છો? ગૌતમ ! અવિરતિને આશ્રીને. તેથી કહ્યું કે યાવત્ તદુભય પ્રયોગથી થાય છે. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. 665. ભગવન્! શરીર કેટલા પ્રકારે છે? ગૌતમ ! પાંચ પ્રકારે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણ. ભગવન્! ઇન્દ્રિયો કેટલી કહી છે ? ગૌતમ! પાંચ. તે આ -શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જીહેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. ભગવન્! યોગ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ. તે આ - મનોયોગ, વચનયોગ, કાયયોગ. ભગવદ્ ! ઔદારિક શરીર બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ ? ગૌતમ ! બંને છે. ભગવદ્ ! એમ કેમ કહો છો કે બંને છે? ગૌતમ ! અવિરતિને આશ્રીને યાવત્ અધિકરણ પણ છે. ભગવન્પૃથ્વીકાયિક, ઔદારિક શરીર બાંધતા અધિકરણી છે કે અધિકરણ ? પૂર્વવતુ. એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. એ રીતે વૈક્રિયશરીરમાં પણ જાણવુ. વિશેષ એ કે - જેને જે શરીર હોય, તે તેને કહેવું. ભગવન્! આહારક શરીર બાંધતો જીવ અધિકરણી છે? પ્રશ્ન. ગૌતમ! અધિકરણી પણ છે. અધિકરણ પણ છે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! પ્રમાદને આશ્રીને એમ કહ્યું કે યાવત્ અધિકરણ પણ છે. એ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવુ. તૈજસ શરીર, ઔદારિકવત્ જાણવુ. વિશેષ એ કે - સર્વે જીવોને કહેવા. કાર્પણ શરીર પણ એ પ્રમાણે છે. ભગવદ્ ! શ્રોત્રેન્દ્રિયને બાંધતો જીવ અધિકરણી કે અધિકરણ છે? એ પ્રમાણે જેમ ઔદારિક શરીર કહ્યું, તેમ શ્રોત્રેન્દ્રિય પણ કહેવું. વિશેષ એ કે - જેને શ્રોત્રેન્દ્રિય હોય, તેને કહેવી. એ પ્રમાણે ચક્ષુ-ધ્રાણ-જીભ-સ્પર્શનેન્દ્રિય પણ કહેવી. વિશેષ એ કે - જેને જે ઇન્દ્રિય હોય, તેને તે પ્રકારે કહેવું. ભગવન્! મનોયોગને બાંધતો જીવ અધિકરણી છે કે અધિકરણ ? એ પ્રમાણે જેમ શ્રોત્રેન્દ્રિયમાં કહ્યું, તેમ બધું કહેવું. વચનયોગ એ પ્રમાણે જ છે. વિશેષ એ કે - એકેન્દ્રિયોને વર્જવા. એ પ્રમાણે કાયયોગ પણ કહેવો. વિશેષ એ કે સર્વે જીવોને વૈમાનિક સુધી કહેવા. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૨ જરા સૂત્ર-૬૬૬ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું - ભગવદ્ ! શું જીવોને જરા અને શોક હોય ? ગૌતમ ! તે બંને હોય. ભગવન્! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે જીવો શારીરિક વેદના વેદે છે, તે જીવોને જરા હોય છે. જે જીવો માનસિક વેદના વેદે છે, તેઓને શોક હોય છે. તેથી આ પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે નૈરયિકોને પણ જાણવુ. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવુ. ભગવન! પૃથ્વીકાયિકને જરા અને શોક હોય ? ગૌતમ ! પૃથ્વીકાયિકને જરા હોય, શોક નહીં. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! પૃથ્વીકાયિક શારીરિક વેદના વેદે છે, માનસિક વેદના ન વેદે, તેથી કહ્યું. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવુ. બાકીના જીવની માફક જાણવા. વૈમાનિક સુધી આમ કહેવું. ભગવન્! તે એમ જ છે યાવતુ પર્યપાસે છે. સૂત્ર-૬૬૭ તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજપાણી, પુરંદર યાવત્ ભોગ ભોગવતો વિચરતો હતો. આ સંપૂર્ણ જંબૂદ્વીપ દ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા ઉપયોગપૂર્વક જોતા શ્રમણ ભગવંત મહાવીરને જંબુદ્વીપમાં જુએ છે. એ પ્રમાણે જેમ ત્રીજા શતકમાં ઈશાનને કહેલ, તે પ્રમાણે શક્રને પણ કહેવો. વિશેષ એ કે - આભિયોગિક દેવોને બોલાવતો નથી, પદાતિસેનાના અધિપતિ હરીશૈગમેલી દેવ છે, સુઘોષા ઘંટા છે, પાલક વિમાનકારી છે, પાલકવિમાન નો નિર્માણ માર્ગ ઉત્તર દિશા છે, અગ્નિકોણમાં રતિકર પર્વત છે. બાકી પૂર્વવત્ યાવત્ ભગવંતને નામ કહી, પર્યાપાસે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 77