________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! જીવોમાં સબલત્વ સારું કે દુર્બલત્વ સારું ? હે જયંતિ ! કેટલાક જીવોનું સબલત્વ સારું, કેટલાક જીવોનું દુર્બલત્વ સારું. ભગવદ્ ! એમ કેમ કહો છો ? જયંતિ ! જે આ અધાર્મિક જીવો યાવત્ વિચરે છે, એ જીવોનું દુર્બલત્વ સારું, અહીં સૂતેલા જીવોની માફક દુર્બલત્વ વક્તવ્યતા કહેવી. સબલત્વને જાગતા જીવોની જેમ કહેવા યાવત્ ધાર્મિક સંજોગમાં જોડનારા થાય છે. આવા જીવોનું બલવાનપણુ સારું. તેથી હે જયંતિ! એમ કહ્યું. ભગવન્! જીવોમાં દક્ષત્વ(ઉદ્યમીપણું) સારું કે આળસીત્વ સારું ? જયંતિ ! કેટલાક જીવોનું દક્ષત્વ સારું, કેટલાક જીવોનું આળસીત્વ સારું. ભગવદ્ ! એમ કેમ કહો છો? હે જયંતિ ! જે આ અધાર્મિક જીવો યાવત્ વિચરે છે, આ જીવોનું આળસુપણુ સારું, આ જીવો આળસી થઈને, ઘણા જીવોને જેમ સૂતા જીવોમાં કહ્યું તેમ જાણવું, જાગતા જીવો માફક દક્ષ જીવોને કહેવા. યાવત્ ધાર્મિક સંયોગ કરનારા થાય. આ જીવો દક્ષત્વથી ઘણા આચાર્યની વૈિયાવચ્ચાદિ યાવત્ ઉપાધ્યાય-સ્થવિરતપસ્વી-પ્લાન-શૈક્ષ-કુલ-ગણ-સંઘ-સાધર્મિકોની વૈયાવચ્ચ વડે આત્માને જોડનારા થાય છે. આવા જીવોનું દક્ષત્વ સારું, તેથી એ પ્રમાણે કહેવામાં આવેલ છે. ભગવન્! શ્રોત્રેન્દ્રિયને વશ જીવો શું બાંધે ? જેમ ક્રોધને વશમાં કહ્યું તેમ યાવત્ સંસારમાં ભ્રમણ કરે છે. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયવશાર્ત, એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય વશારૂં જીવો ભ્રમણ કરે છે. ત્યારે તે જયંતિ શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભળી, અવધારી, હર્ષિત-તુષ્ટિત થઈ, બાકી દેવાનંદામાં જેમ કહ્યું તેમ જયંતિ શ્રાવિકા પ્રવ્રજિત થઈ યાવત્ સર્વ દુઃખથી મુક્ત થઈ. ભગવન્! તે એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૨, ઉદ્દેશો-૩ પૃથ્વી સૂત્ર-પ૩૭ રાજગૃહે યાવતુ આમ કહ્યું - ભગવન્! કેટલી પ્રથ્વીઓ છે ? ગૌતમ ! સાત, પહેલી, બીજી યાવત સાતમી. ભગવન્! પહેલી પૃથ્વી કયા નામે, કયા ગોત્રથી છે ? ગૌતમ ! નામ ધર્મા, ગોત્ર-રત્નપ્રભા. એ પ્રમાણે જીવાભિગમના પહેલા નૈરયિક ઉદ્દેશકને સંપૂર્ણ કહેવો તે અલ્પબદુત્વ સુધી જાણવું. ભગવદ્ ! તે એમ જ છે - એમ જ છે. શતક-૧૨, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક૧૨, ઉદ્દેશો:૪પુદ્ગલ સૂત્ર-પ૩૮ રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ યાવત્ આ પ્રમાણે કહ્યું - ભગવદ્ ! બે પરમાણુ પુદ્ગલ જ્યારે સંયુક્તા થઈને એકત્ર થાય છે, ત્યારે તેનું શું થાય છે ? ગૌતમ ! દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. તેના બે વિભાગ કરાતા એક પરમાણુ પુદ્ગલ અને બીજું એક પરમાણુ પુદ્ગલ થાય છે. ભગવન્! ત્રણ પરમાણુ પુદ્ગલો એકરૂપે એકઠા થાય તો શું થાય ? ગૌતમ ! ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે કે ત્રણ ભાગ થાય. બે ભેદ થતા એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભાગ કરાતા ત્રણ પરમાણુ પુદ્ગલો થાય છે. ભગવદ્ ! ચાર પરમાણુ પુદ્ગલો એકરૂપે એકઠા થાય તો યાવત્ પૃચ્છા. ગૌતમ ! ચતુષ્પદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે, ત્રણ, ચાર ભેદ થાય છે. બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ અને એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા બે દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે, ત્રણ ભેદ કરાતા બે પરમાણુ પુદ્ગલ, એક દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ચાર ભેદ કરાતા ચાર પરમાણુ પુદ્ગલો થાય છે. ભગવનું ! પાંચ પરમાણુ પુદ્ગલ વિશે પ્રચ્છા. ગૌતમ ! પાંચ પ્રદેશિક સ્કંધ થાય છે. તેનો ભેદ કરાતા બે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 10