________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૯ શતક-૨૯, ઉદ્દેશો-૧ સૂત્ર-૫ ભગવન્! જીવો, પાપકર્મ શું 1. એક કાળે વેદવાનો આરંભ કરે છે અને એક કાળે સમાપ્ત કરે છે? 2. એક કાળે આરંભ કરે છે અને અંત ભિન્ન કાળે કરે છે ? 3. ભિન્ન કાળે આરંભે છે અને એક કાળે અંત કરે છે ? 4. ભિન્ન કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે ? ગૌતમ! કેટલાક એક કાળે આરંભ કરે છે અને એક કાળે અંત કરે છે. યાવત્ કેટલાક ભિન્ન કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જીવો ચાર ભેદે છે - 1. કેટલાક સમાનાયુ સમાનોત્પન્ન છે. 2. કેટલાક સમાનાયુ વિષમોત્પન્નક છે. 3. કેટલાક વિષમાયુ સમાનોત્પન્ન છે. 4. કેટલાક વિષમાયુ વિષમોત્પન્નક છે. તેમાં જે સમાનાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ એક કાળે વેદવાનું આરંભી, એક કાળે અંત કરે છે. તેમાં જે સમાયુ વિષમોત્પન્નક છે, તેઓ પાપકર્મ એક કાળે આરંભી ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. તેમાં જે વિષમાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ વેદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, સમકાળે અંત કરે છે. તેમાં જે વિષમાયુ વિષમોત્પન્ન છે, તેઓ પાપકર્મ વેદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. માટે કહ્યું. ભગવન્! સલેશ્યી જીવો પાપકર્મ ? પૂર્વવતું. એ પ્રમાણે અનાકારોપયુક્ત સુધી બધા સ્થાનોમાં બધા પદોમાં આ વક્તવ્યતા કહેવી. ભગવન્! નૈરયિકો પાપકર્મોનું વેદન સમકાળે અને અંતે પણ સમકાળે કરે ઇત્યાદિ પ્રશ્નો? ગૌતમ! કેટલાક સમકાળે આરંભે. એ પ્રમાણે જીવોમાં કહ્યા મુજબ કહેવું. યાવત્ અનાકારોપયુક્તતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું પણ જેને જે હોય, તે આ ક્રમ વડે પાપદંડકાવત્ કહેવું. આ જ ક્રમથી આઠે કર્મપ્રકૃતિમાં આઠ દંડકો જીવથી વૈમાનિક સુધી કહેવા. આ નવ દંડક સહિત પહેલો ઉદ્દેશો કહેવો. ભગવન! તે એમ જ છે. શતક-૨૯, ઉદ્દેશો-૨ સૂત્ર-૯૬ ભગવન ! અનંતરોપપત્રક નૈરયિક સમકાળે પાપકર્મ વેદનનો આરંભ કરે અને સમકાળે અંત કરે. કેટલાક સમકાળે આરંભે, ભિન્ન કાળે અંત કરે. ભગવદ્ ! એમ કેમ કહ્યું - 8 - ? ગૌતમ! અનંતરોત્પન્ન નૈરયિક બે ભેદે - કેટલાક સમાનાયુ સમોત્પન્નક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે, સમકાળે અંત કરે છે. તેમાં જે સમાનાયુ, વિષમોત્પન્નક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે અને ભિન્નકાળે અંત કરે છે. તેથી આમ કહ્યું. ભગવનું ! સલેશ્યી અનંતરોપપન્ન નૈરયિક પાપ ? પૂર્વવતુ. એ રીતે અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે અસુરકુમારથી વૈમાનિક સુધી કહેવું. માત્ર જેને જે હોય, તે તેને કહ્યું. આ પ્રમાણે જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીમાં દંડકો કહેવા. ભગવન્! તે એમ જ છે 2.. શતક-૨૯, ઉદ્દેશો-૩ થી 11 સૂત્ર-૯૭ આ પ્રમાણે આ આલાવા વડે બંધિ શતકની ઉદ્દેશ પરિપાટી મુજબ બધું જ અહીં અચરમ ઉદ્દેશક સુધી કહેવું. અનંતર ચાર ઉદ્દેશોની એક વક્તવ્યતા અને બાકીના સાતની એક વક્તવ્યતા કહેવી. ... શતક-૨૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ ... મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 205