SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શંખ શ્રાવકને બોલાવી લાવું છું, એમ કહીને તે શ્રાવકો પાસેથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈને શંખ શ્રાવકના ઘેર આવ્યો, આવીને શંખ શ્રાવકના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને આવતા જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈ, આસનેથી ઉભી થઈને સાત-આઠ પગલા સામે ગઈ. જઈને પુષ્કલી શ્રાવકને વંદન-નમસ્કાર કર્યા, કરીને આસન ગ્રહણ કરવા નિમંત્રણ આપ્યું. પછી આમ કહ્યું - હે દેવાનુપ્રિય ! આપના આગમનના પ્રયોજનને જણાવો. ત્યારે પુષ્કલી શ્રાવકે ઉત શ્રાવિકાને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયા ! શંખ શ્રાવક ક્યાં છે ? ત્યારે તે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને આમ કહ્યું - હે દેવાનુપ્રિય ! શંખ શ્રાવક પૌષધશાળામાં બ્રહ્મચારીપણે પાક્ષિક પૌષધ સ્વીકારી યાવત્ રહેલ છે. ત્યારે તે પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં શંખ શ્રાવક પાસે ગયો. જઈને ગમનાગમન પ્રતિક્રમ્સ, પ્રતિક્રમીને શંખ શ્રાવકને વંદન-નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું - હે દેવાનુપ્રિય ! અમે વિપુલ અશનાદિ તૈયાર કરાવેલ છે, તેથી હે દેવાનુપ્રિય ! આપણે જઈએ અને વિપુલ અશનાદિનું આસ્વાદના કરતા યાવત્ પાલન કરતા વિચરીએ. ત્યારે તે શંખ શ્રાવકે પુષ્કલી શ્રાવકને આમ કહ્યું - હે દેવાનુપ્રિય! તે વિપુલ અશનાદિનું આસ્વાદન યાવત્ ધર્મ જાગરિકા કરતા વિચરવુ કલ્પતુ નથી, મને પૌષધશાળામાં પૌષધસહ યાવત્ વિચરવું કલ્પ છે. હે દેવાનુપ્રિયો! તમે બધા સ્વ ઇચ્છાનુસાર તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરતા યાવત્ વિચરો. ત્યારે તે પુષ્કલી શ્રાવક, શંખ શ્રાવક પાસેથી પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈ જ્યાં તે શ્રાવકો હતા, ત્યાં આવ્યો, આવીને તે શ્રાવકોને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! શંખશ્રાવક પૌષધશાળામાં પાક્ષિક પૌષધ ગ્રહીને યાવત્ રહ્યો છે, તેણે કહ્યું છે કે- હે દેવાનુપ્રિયો! તમે સ્વેચ્છાથી તે વિપુલ અશનાદિને આસ્વાદતા યાવત્ વિચરો, શંખ શ્રાવક હાલ આવતો નથી. ત્યારે તે શ્રાવકોએ તે વિપુલ અશનાદિને આસ્વાદતા યાવત્ રહ્યા. ત્યારે તે શંખ શ્રાવકને મધ્યરાત્રિએ ધર્મ જાગરિકા કરતા આ, આવા પ્રકારનો યાવત્ સંકલ્પ સમુત્પન્ન થયો. મારે કાલે યાવત્ સૂર્ય જાજવલ્યમાન થતાં શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી યાવત્ પર્યુપાસના કરીને, ત્યાંથી પાછા ફરીને પાક્ષિક પૌષધ પારવો શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચારીને, બીજે દિવસે પ્રાત:કાલે સૂર્યોદય થતાં યાવત્ પૌષધશાળાથી નીકળે છે, નીકળીને પ્રવેશયોગ્ય શુદ્ધ, મંગલ, વસ્ત્રોને સારી રીતે પહેર્યા, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો શ્રાવસ્તી. નગરીની વચ્ચોવચ્ચથી થઈને યાવત્ પર્યુપામે છે. તેને અભિગમ નથી. ત્યારે તે સર્વે શ્રાવકો કાલ સૂર્ય જાજવલ્યમાન થતા, સ્નાન કર્યું, બલિકર્મ કર્યું યાવત્ શરીરને અલંકૃત કરીને પોત-પોતાના ઘરોથી નીકળ્યા, એક સ્થાને ભેગા થયા, થઈને બાકીનું પૂર્વવત્ યાવતું પર્યાપાસે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, તે શ્રાવકોને તથા પર્ષદાને ધર્મકથા કહી યાવત્ તેઓ આજ્ઞાના આરાધક થયા. ત્યારપછી તે શ્રાવકો ભગવંતની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને વાંદી-નમીને જ્યાં શંખ શ્રાવક છે ત્યાં આવીને, શંખ શ્રાવકને આમ કહ્યું - હે દેવાનુપ્રિય! કાલે તે અમને એમ કહ્યું કે - દેવાનુપ્રિયો ! તમે સ્વેચ્છાથી વિપુલ અશનાદિ કરતા યાવત્ વિચરો, ત્યારે તું એકલો પૌષધશાળામાં યાવત્ રહ્યો, હે દેવાનુપ્રિય! તમે ઠીક અમારી હેલના કરી. હે આર્યો! એમ ભગવંતે તે શ્રાવકોને આમંત્રીને કહ્યું - હે આર્યો ! તમે શંખ શ્રાવકની હીલના-નિંદા-ખિંસાગહ-અવમાનના ન કરો. શંખ શ્રાવક પ્રિયધર્મી, દઢધર્મી છે, તેણે સુદક્ષ જાગરિકા કરી છે. પ૩૨. ભગવન્! એમ કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું - ભગવનું જાગરિકા કેટલા ભેદે છે ? ગૌતમ ! જાગરિકા ત્રણ ભેદે છે, તે આ - બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા, સુદક્ષ જાગરિકા. ભગવદ્ ! ત્રણ જાગરિકા કહી, તેનું શું કારણ છે? મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 7
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy