________________
૩૩
યુગે યુગે પાટણની પ્રભુતા પ્રખ્યાત પટોળા પહેરી દેદીપ્યમાન હાથણીની ચાલ ચાલતી હતી. તત્કાલિન ભારતવર્ષનું સમૃધ્ધતમ નગર હતું. સાચા અર્થમાં પાટણ નરસમુદ્ર’ હતું. આ સવારીમાં જૈનો, બ્રાહ્મણો અને નાગરો અગ્રેસર છે. સહસ્ત્રલિંગ સરોવરના એક હજાર શિવાલયોમાં બીલીપત્રનો અભિષેક કરવામાં આવ્યો હતો.
- સવારીમાં કાશ્મીરના પંડિતો જોડાયેલા છે. અણહિલપુરના સર્વધર્મ સંપ્રદાયના ઉપાસકો, શૈવો, જૈનાચાર્યો વગેરે શોભાયાત્રામાં સામેલ છે. શૌર્ય, શાસ્ત્ર, શમ, સમાધિ, સત્ય, પડદર્શન અને ષડંગમાં સૌથી આગળ એવા અણહિલપુરના નગરજનોએ આ ઉત્સવને પોતાનો માન્યો છે. ઉત્તર ભારતમાંથી નિમંત્રાયેલા એક હજાર વિદ્વાન બ્રાહ્મણો સવારીમાં વેદોચ્ચાર કરી રહ્યા છે.
- સિદ્ધરાજના નિમંત્રણને માન આપી ઉત્તરપ્રદેશના વૈદ્યો, કર્ણાટકના સેંકડો મલ્લો, સાળવીઓ રથની પાછળ ચાલી રહ્યા છે. અનેક હાથીઓ જોડાયા છે. સવારીમાં બર્બરક કોમનો ભૂત જેવો ગણાતો ‘બાબરો ભૂત” અદ્રશ્ય રીતે શોભાયાત્રાનું રક્ષણ કરી રહ્યો છે. ઢોલ, નગારા, શરણાઈ અને શંખનાદના અવાજોથી આકર્ષાઈ ઇન્દ્રરાજા સહકુટુંબ અને તમામ દેવતાઓ આ શોભાયાત્રા નિરખવા અંતરિક્ષમાં પધાર્યા છે.
આ સવારીની બરાબર વચ્ચોવચ એક મહાકાય ગજરાજ શ્રીકર હાથી ઉપર સોનાની અંબાડીમાં ધવલ વસ્ત્રોમાં “સિદ્ધહેમ' વ્યાકરણને મૂકી સિદ્ધરાજ જયસિંહ જાતે આચાર્યની સાથે પગે ચાલે છે. વીર વિકમ જેવા મહાન અને રાજા ભોજ કરતાં સવાયા બનવાની એમની મહત્વાકાંક્ષા આજે પૂરી થતી હતી અને આ રીતે એક મહાન પ્રતાપી રાજાએ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જેવા મહાન સારસ્વતનું બહુમાન કરી એણહિલપુર પાટણને વિદ્યાગીરી બનાવી. બીજો પ્રસંગ
વિક્રમ સંવત ૨૦૪રના અષાઢ વદ-૧૩ (તેરસ) તા. ૩-૮-૧૯૮૬ને રવિવારનો દિવસ પણ અર્વાચીન પાટણ માટે એટલોજ ગૌરવવંતો હતો. આ દિવસ આધુનિક ગુર્જરાધિપતિ અલબત્ ચુંટાયેલા મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરીએ મંગલદીપ પ્રગટાવી વેદોચ્ચારના ધ્વનીમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી - પાટણ.” નો શુભારંભ કર્યો હતો. સમગ્ર આનર્ત પ્રદેશમાંથી પધારેલ માનવંતા આચાર્યો, અધ્યાપકો અને અન્ય સરસ્વતીના ઉપાસકો સમારંભના આભૂષણો જેવા શોભતા હતા. સારસ્વત મંડળની હાજરી અને ધનપતિઓની ઉપસ્થિતિ સમારંભને દેદીપ્યમાન બનાવતી હતી. પાટણ પરગણાના તમામ વર્ગના લોકોની હાજરી ધ્યાન ખેંચે તેવી હતી.
આ ભવ્ય અને ચિરસ્મરણીય સમારોહના અધ્યક્ષસ્થાને સારસ્વતોના સાચા પ્રતિનિધિ, વ્યવસાયે એક વખતના કેવળણીકાર એવા ગુજરાત રાજ્યના કેળવણી પ્રધાન શ્રી હસમુખભાઈ પટેલ બિરાજમાન હતા. જેનાથી સોનામાં સુગંધ મળે તેવું લાગતું હતું. આ શુભ પ્રસંગે પાટણ નાગરિક બેન્ક લી. એ મહેમાનોની ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરી હતી.
જેમના ખભે યુનિવર્સિટીના સંચાલનની જવાબદારી મૂકવામાં આવી છે તેવા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ શ્રીમાન કુલિનચંદ્ર યાજ્ઞિકની કુશાગ્રબુદ્ધિ, વ્યવસ્થાશક્તિ અને કામની ચોકસાઈ શક્તિના અદ્ભૂત ઝાંખી થતી હતી. સાથો સાથ પાટણની તમામ કોલેજના આચાર્યો,