________________
- ૧૪ આ દેશનાં અનાજ, દૂધ અને દવાનાં – વિશ્વનાં સહુથી મોટાં બજાર હાથ કરીને આપણું શોષણ કરવાની મેલી મુરાદવાળા પરદેશીએ અને ભારતીય એજન્ટ દ્વારા પશ્ચિમપરસ્ત અર્થશાસ્ત્રીએ દેશમાં અને પરદેશમાં આ દેશનાં પશુઓની વધુમાં વધુ બદબાઈ કરતા રહ્યા હેવાથી હવે ભારતીએને લાગ્યું છે કે આ દેશમાં પશુઓ નકામાં છે, તેમને કાપી નાખવામાં જ રાષ્ટ્રહિત સમાયેલું છે.!! .
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચના અધ્યક્ષ શ્રી સ્વામીનાથનના મત મુજબ ભારતમાં પ્રતિ વર્ષ એક કોઠથી વધુ પશુઓની કતલ થાય છે કે આડકતરી રીતે નાશ થાય છે, એટલે કે દર વર્ષે ૧ હજાર ક્રોડ રૂપિયાની મૂડીને નાશ કરાય છે. આ ' જે આ પશુઓને પાંચ વર્ષ માટે પણ જીવવા દેવામાં આવે તે તેમના છાણ અને મૂત્ર સ્વરૂપ બળતણેથી અને ખાતર તથા દૂધ વગેરેથી અંદાજે ૬,૬૪૫ ક્રોડ રૂપિયાની આવક પ્રાપ્ત થાય
* વિવિધ ગાય-ભેંસ અને તેમના દૂધના પ્રકારે
જુદી જુદી આબેહવા અને જુદા જુદા પ્રકારની જમીનવાળા વિશાળ ભારત દેશમાં, વિવિધ પ્રકારનાં કદ અને ખાસિયતવાળી ૩૦ જાતની ગાયે છે. એ જ પ્રમાણે જુદી જુદી ખાસિયત અને નાના-મોટા કદની ઘણી જાતની ભેસે પણ છે.
ગાય અને ભેંસના દૂધમાં નજરે જોતાં જ જણાઈ આવે એ તફાવત છે. ભેંસનું દૂધ એકદમ સફેદ, ખૂબ ઘટ્ટ અને વધુ મીઠાશવાળું છે. ગાયનું દૂધ પીળી ઝાંયવાળું છે, ભેંસના દૂધ કરતાં પાતળું અને સ્વાદમાં લિજજતવાળું હોય છે. વળી જુદી જુદી જાતની ગાય અને ભેંસના દૂધમાં પણ તેમની જાત પ્રમાણે ઘટ્ટતામાં અને સ્વાદમાં તફાવત હેય છે. ગાયની કિંમત કરતાં ભેંસની કિંમત ૫૦ થી ૪૦૦ ટકા વધુ હોય છે. તેમને નીચે પ્રમાણે ખોરાક આપવું પડે છે? સને
ગાયને ઘાસ રોજ ૭ થી ૧૨ કિલે. ઘાસ ૫ થી ૮ કિલે. રાણે રોજ ૪ થી ૧૦ કિ. દાણે ૩ થી ૫ કિલે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org