________________
૧૨૧
કારી હાય. ભારતીય મૂડીવાદ પણ તેમાંથી ખાકાત નથી. લોકોની પાણીની આ મુશ્કેલીની તક ઝડપી લઈને તેણે દરિયાના પાણીનું મીઠા પાણીમાં રૂપાંતર કરવાની યોજના વિચારી છે. તે માટે સરકાર સમક્ષ રજૂઆત પણ એકથી વધુ વખત થઈ ચૂકી છે. આ યાજનાને મજૂરી મળે, તે માટે રાસાયણિક ખાતરના કારખાનાને પણ તેની સાથે જોડી દેવાની રજૂઆત થઈ છે; પણ લેાકેાના સદ્ભાગ્યે હજી સુધી એ કારખાનાને મજૂરી મળી નથી.
જો આવાં કારખાનાં ચલાવવાની રજા આપવામાં આવે તે પ્રજા ઉપર એ એક અમાનુષી અત્યાચાર હશે, દૂધની ડેરીઓ થયા પછી જેમ લકાને ઘી અને દૂધની યાતનાએ ભાગવવી પડે છે, રાજરાજ ભાવે વધ્યા કરે છે, તેમ પાણી એ પણ વેપારની ચીજ ( Commercial Commodity ) થઈ જતાં લાકોની હાલાકીના, શેષણના પાર નહિ રહે. મને લાગે છે કે, અંગ્રેજી શાસનની શરૂઆત પછી હિં'દુ સસ્કૃતિ અને હિંદુ પ્રજા ઉપર એ સહુથી કઠોર ફટકો હશે. એકલા સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં આવાં પાંચ કારખાનાં નાખવાના આગ્રહ સેવાયા છે.
હિમાલય બચાવવાની યાજનાને અંગે મીઠા પાણીનાં કારખાનાંએની યોજના કદાચ પશ્ચાદ્ભૂમિકામાં ઠેલાઈ જશે. પણ આ નવી ચેોજનાથી હિમાલય ખચી જશે એમ માનવું ભૂલભરેલું છે. પ્રથમ તે હિમાલય બચાવવા કરતાં સમુદ્રના પાણીને ભૂગર્ભ માં આવી રહેલા હુમલા ખાળવાનું ખૂબ અગત્યનું છે. સમુદ્રના પાણીના ધસારે એ ચીન અનેં પાકિસ્તાનના સંયુક્ત હુમલાથી પણ વધુ વિનાશકારી છે. કારણ કે એ ધંસારી સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતને તે ઉજજડ કરી નાખશે પણ તેથી આગળ પણ વધશે. કારણ કે દેશમાં જ્યાં જુએ ત્યાં પાણીના દુકાળની સ્થિતિ નજરે પડે છે. હિમાલય નહેરની રાજનામાં આ આદ્ભુત નિવારવાની કાઈ યાજના નથી. એના વિષેની વિસ્તૃત માહિતી આપણે જાણતા નથી. પણ જેટલું જાણીએ છીએ તેમાંથી તે એટલું જ ફલિત થાય છે કે એ યાજનાના સહુથી પ્રથમ અને સહુથી માટે ફાયદા સ્ટીલ, સિમેન્ટ અને કન્સ્ટ્રકશન તેમજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org