________________
૨eo
ભારતમાં પરિસ્થિતિ હવે ફરીથી ભારતીય પ્રદેશ ઉપર આવીએ. સૌરાષ્ટ્રની આ -હવા શ્રેષ્ઠ છે. પ્રજા બળવાન અને ચપળ હતી પણ એ તદ્દન ખેત
પ્રધાન અને રઉછેર કરનાર પ્રદેશ હતે. સૌરાષ્ટ્રના રાજવીઓનું વિલીનીકરણ થયું ત્યાં સુધી તેની વસતી માત્ર ૩૦ લાખની હતી. તેનું અલગ રાજ્ય થયું અને ઉદ્યોગીકરણ તરફ દોટ મૂકી. બીજી તરફથી દેશી વહાણવટાને ફુધી નાખ્યું અને બેકાર બનેલી ખારવા કેમને રોજી આપવાના બહાના નીચે, સાત સાગર ખેડનારા દરિયાલાલેને માછીમારના ધંધામાં પ્રેર્યા. એ રીતે માછલીને ખેરાકને પ્રચાર કર્યો. પરિણામે ૩૦ વરસમાં જ સૌરાષ્ટ્રની પ્રજા ૩૦ લાખમાંથી ૫૦ લાખ ઉપર પહોંચી ગઈ.
મધ્યપ્રદેશ અને રાજસ્થાન શ્રેષ્ઠ આબોહવાવાળા પ્રદેશ છે, ખેતી પ્રધાન અને ઢેર ઉછેરનારા પ્રદેશ છે, ઘણું મોટા વિસ્તારવાળાં રાજ્ય છે, પણ બનેને દરિયાકાંઠે નથી. બન્ને રાજ્યમાં જૈન કે વૈષ્ણવ ધર્મને પ્રભાવ છે, એટલે માંસાહાર ઓછો છે. મોટા ઉદ્યોગ નથી; એટલે ભારતમાં દર ચોરસ માઈલે સહુથી ઓછી વસતી છે.
મધ્યપ્રદેશમાં દર ચોરસ માઈલે ૯૪માણસ અને રાજસ્થાનમાં દર ચોરસ માઈલે માત્ર ૭૫ માણસની વસતી છે. જ્યારે ભારતનાં સહુથી નાનાં રાજ્ય, માછલી અને ભૂંડ ખાનારા બંગાલ અને કેરલમાં દર ચોરસ માઈલે સહુથી વધુ વસ્તી છે. બંગાલમાં દર ચોરસ માઈલે ૫૦૪ માણસે અને કેરલમાં દર ચોરસ માઈવે પ૪૯ માણસોની વસ્તી છે ઈન્ડિયા ૧૯૭૪).
આ ખેતી-સંસ્કૃતિ પ્રધાન પ્રદેશમાં ઓછી વસ્તીનું કારણ - ખેતીપ્રધાન દેશમાં વસતી ઓછી હોય છે અને ઉદ્યોગપ્રધાન દેશમાં વસતી ઝડપથી વધે છે, તેનાં કેટલાંક કારણે છે. •
ખેતી પ્રધાન દેશમાં પણ ઉદ્યોગે તે હોય છે જ. ઉદ્યોગ સિવાય કઈ પ્રજા જીવી શકે નહિ તેવી સ્થિતિ બની છે પણ ઉદ્યોગોના પ્રકાર અને રીત જુદાં હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org