Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 236
________________ એક ચલણી વસ્તુ બની ગઈ. પરદેશી દારૂની ખાલી બાટલીમાં દેશી દારૂ ભરીને વેચાવા લાગ્યું. દારૂ ગાળવાની ગેરકાયદેસર ભઠ્ઠીએ રાજભવનના બગીચાથી માંડી શહેરની ગટર સુધી ફેલાઈ ગઈ. ગામડાંઓમાંથી હિજરત કરતા બેકારોની ઝૂંપડપટ્ટીઓમાં દેશી દારૂ, પરદેશી દારૂ અને દાણચેરીની બીજી ચીજવસ્તુઓના ઢગ થવા લાગ્યા અને એ કેન્દ્રમાંથી નાના-નાના છોકરાઓ, ભિખારીએ અને ફેરિયાઓ મારફત શહેરમાં સ્થળે સ્થળે પહોંચવા લાગ્યા. છતાં પ્રધાને ઘમંડમાં રહેતા શહેરની દારૂબંધીના કાયદાભંગના કેસની ઢગલાબંધ ફાઇલ વધવા લાગી. કોર્ટોના કમ્પાઉન્ડમાં પકડાએલાં દારૂનાં પીપના ગંજ વધવા લાગ્યા અને છતાં પ્રધાને એવા ઘમંડમાં રહેતા કે અમે દારૂબધીને સફળ બનાવી છે, પ્રધાને પાસે લેકે ફરિયાદ કરે કે અહીં દારૂ ગળાય છે, તે જવાબ મળતું કે, “તમે જ પીતા લાગે છે. નહિ તે તમને કેમ ખબર પડી કે અહીં દારૂની ભઠ્ઠી છે?” પિલીસમાં ફરિયાદ થાય તે તેની ખબર દારૂ ગાળનારને પોંચી જતી અને ફરિયાદ કરનારા ઘણે વખત જાનના ખતરામાં મુકાઈ જતે. ધીરે ધીરે ગૃહઉદ્યોગ - હવે એ એક મબલખ કમાણી આપનાર ગૃહઉદ્યોગ અથવા આયાતી વેપાર થઈ ગયે. જે માણસે સાધારણ સ્થિતિનાં કુટુંબમાં ઘરકામ કરતા તેઓ આ ધંધામાં પડીને બંગલા અને મોટરના માલિક બની ગયા. એટલે નવી ઊગતી પેઢીને વધતી જતી મોંઘવારીના જમાનામાં દારૂના વેપારમાં પડી પૈસા કમાઈ લેવાની લાલસા રોકવી એ મુકેલ બન્યું. અતિ ઉચ્ચ ગણાતા ધાર્મિક કુટુંબના નબીરાઓ દારૂની દાણચોરી અને દારૂના વેપારમાં ગોઠવાઈ જવા લાગ્યા, કારણ કે હવે જ્ઞાતિને અને સામાજિક બહિષ્કારને ભય નાબૂદ થઈ ગયું હતું અને દારૂ પીવે એ ફેશન, આધુનિક જીવન જીવવાની સહજ રીત બની ગઈ હતી અને દારૂના વેપાર અને દારૂની દાણચેરી અઢળક પૈસે કમાવાનાં સાધન બન્યાં હતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290