________________
૧૫૬
વનરક્ષા લેકેને ગાયનાં છાણનું સહુથી સસ્તુ અને સુલભ બળતણ નહિ મળે ત્યાં સુધી બળતણ માટે જંગલે કપાયા જ કરશે. માટે જંગલનું રક્ષણ કરવું હોય તે ગોરક્ષા અનિવાર્ય છે. આમ ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા એકબીજાના આધારે રહેલા છે. તેમાંથી કેઈ , પણ એકને નાશ કરીને બાકીના ત્રણને બચાવી શકાય નહિ.
" ઉપરની ચારે બાબતેના રક્ષણ માટે એગ્ય વહેવારુ પેજના તૈયાર કરી એને કડક અમલ કરવામાં ન આવે અને માત્ર સુપ્રીમ કોર્ટના અર્થઘટન મુજબ બંધારણની કલમ ૪૮ મુજબ ગોવધબંધીને કાયદે ઘડીને જ સંતોષ માનવામાં આવે તે પરિસ્થિતિ વધુ ખરાબ થશે.
કમનસીબે ગેરક્ષા સાથે ડેરી ઉદ્યોગને અને ગાયની દૂધ આપવાની શક્તિને સાંકળી લેવામાં આવ્યા છે. પણ ભારતમાં ગાય એ ડેરીઉદ્યોગને નફે કરવા માટે દૂધ અને માંસ મેળવવાનું એક પ્રાણી નથી. પણ તે આપણાં ધર્મ, સંસ્કૃતિ, સમાજ, ખેતી અને અર્થતંત્રના સંયુક્ત માળ-ખાને પાયે છે.
ગાય અને બળદ દૂધ ન આપે કે કામ ન કરી શકે તે પણ તેમનું મૂલ્ય જળવાઈ રહે છે અને તેમને ખવડાવવાના ખર્ચને સવાલ " ઉપસ્થિત કરે એ દેશના હિતમાં નથી. ગાય દૂધ આપતી બંધ થાય અને બળદ કામ કરવાને અશક્ત બને તે પણ તેમના છાણ-મૂતરની આવક ખવડાવવાના ખર્ચ કરતાં વધારે થાય છે.
ગાય કે બળદ સામાન્ય રીતે ૧૪ થી ૧૬ વર્ષ જીવે છે. મિ. ડબલ્યુ. સી. બુલર અને મિ. જી. પી. વેસ્ટ દ્વારા સંપાદિત મિ. આર.
લેકની વેટરનરી ડિક્ષનરી” અને બીજા પશુશાસ્ત્રીઓના મતના આધારે સુપ્રીમ કેટે" પણ ગાય અને બળદની વયમર્યાદા ૧૪ થી ૧૮ વર્ષની માન્ય રાખી છે. કેઈ અપવાદરૂપ ગાય કે બળદ ૨૦ વર્ષ સુધી પણ છે. ગાયની યોગ્ય માવજત અને સારસંભાળ રાખવામાં આવે તે તે મોટે ભાગે તેને જીવનના અંત પર્યત વિયાય છે અને દૂધ પણ આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org