________________
૧૮૮
લખલૂંટ ખર્ચ પશ્ચિમી પદ્ધતિના પશુ, કૃષિ અને જંગલ-નિષ્ણાતે તૈયાર કરવા સરકાર લખલૂંટ ખરચ કરે છે. એક એવી ગણતરી છે કે આવા દરેક નિષ્ણાતને તૈયાર કરવા પાછળ એક લાખ રૂપિયા ખરચ થાય છે. આ નિષ્ણાતેમાંથી અમુકને પસંદ કરીને લાખ રૂપિયાના ખરચે તેમને ચાર-છ મહિના વધુ અભ્યાસ માટે પરદેશ મેકલવામાં આવે છે. દર વરસે આમ કરોડો રૂપિયા ખરચાય છે, પણ તેનું પરિણામ શું આવે છે? તે કોઈ જાણતું નથી.
આ કાર્ય પાછળનું ધ્યેય શું છે તે પણ પ્રજા જાણતી નથી.
પણ વરસથી જે બની રહ્યું છે, તેથી એવી ચોક્કસ માન્યતા બાંધી શકાય કે બ્રિટિશરોએ આપણી સંસ્કૃતિ અને ધર્મ ઉપરના સર્વાગી હમલાના એક ભાગરૂપે, આપણા પશુધનને નાશ કરવા માટે અને આપણી સંસ્કૃતિ, ધર્મ, સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા જેના ઉપર નિર્ભર હતાં તે ગાયે, જંગલ, જમીનની ફળદ્રુપતા અને જલાશને વિવિધ બહાના નીચે, વિવિધ જનાઓ નીચે નાશ કરવા માટે આ નિષ્ણાતને તૈયાર કરવાનું માળખું ઘડી કાઢીને આપણી સરકારને તે વારસામાં આપી ગયા છે.
નિષ્ણાતોએ શી ધાડ મારી છે? સે વરસમાં આવા હજારે નિષ્ણાત કેલેજોની ડિગ્રી લઈને બહાર પડ્યા છે. તેમણે શી કામગીરી કરી બતાવી? કોઈએ સ્વતંત્ર રીતે પશુપાલન કર્યું નથી, ખેતી કરી નથી, જંગલે વિકસાવીને તેમાંથી ગુજારે કર્યો નથી.
આ હજારે નિષ્ણાતેને માટે સરકારને વધુ ને વધુ નેકરીની જગાઓ ઊભી કરવી પડે છે. એવી જગાઓએ તેમને ગોઠવી દેવાય છે, જ્યાં કોઈ કામ જ હોતું નથી. તેમણે ઠેકાણે પાડવા બિનજરૂરી નવી નવી કોલેજ, બિનજરૂરી પશુઓના દવાખાના (જેમાં શહેરમાં તે પશુઓને અભાવે કૂતરાંઓની જ સારસંભાળ લેવાતી હોય છે), નવાં નવાં ડેરી ફાર્મ, નવાં નવાં કેટલ ફાર્મ, બ્રીડિંગ ફાર્મ, કેટલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org