________________
૧૧૩ પત્ર લખ્યું કે “દુનિયાને પ્રાણીજન્ય પ્રોટીનની ખૂબ જરૂર છે, માટે તમારા રાજ્યને ગોવધબંધીના માર્ગે જતાં અટકાવે.
ગોવધબંધી એ આપણા સાર્વભૌમ રાજ્યની આંતરિક બાબત છે. તેમાં હસ્તક્ષેપ ન કરવાનું F. A. . સંસ્થાને જણાવવાને બદલે શ્રી નેહરુએ રાજ્ય સરકાર ઉપર પરિપત્ર પાઠવ્યું કે બંધારણની કલમ ૪૮ને તમે ઘટવેલે અર્થ બરાબર નથી, માટે તમારે આ બાબતમાં આગળ વધવું નહિ. લેકસભામાં પંજાબના વિદ્વાન બેરિસ્ટર પંડિત ઠાકુરદાસ ભાગ નેહરુના આ પત્ર સામે વાંધો ઉઠાવ્યું ત્યારે કહેવામાં આવ્યું કે એ પત્ર હવે રદ થયેલું ગણાશે. (સ્વ. શ્રી જયંતિલાલ માનકરે Cow Protection Committeeને સુપરત કરેલા આવેદનપત્રમાંથી).
એ પત્ર રદબાતલ થયેલે ભલે જાહેર થઈ ગયે, પણ સાથે સાથે શ્રી નેહરુની ગોવધબંધી સામેની સૂગ પણ જાહેર થઈ ગઈ હતી, એટલે કંઈ બીજા રાજ્યે એ બાબતમાં આગળ વધવાનું સલામત ધાર્યું નહિ. પણ ત્રણ રાજ્યએ તે ધારે પસાર કરી દીધું હતું તેનું શું? એ ધારે રદ કરાવવા ચક્રો ગતિમાન થયાં અને મુસ્લિમ કસાઈઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. જે મુદ્દાઓ ઉપર એ કાયદાને બચાવ થ ઈએ તે મુદ્દા ઉપર બચાવ એગ્ય રીતે થયો નહિ. બને પક્ષે વિદ્વાન ધારાશાસ્ત્રીઓ હતા, પણ તેઓ કાયદાના જ નિષ્ણાત હતા. હા, ગે સંસ્કૃતિ અને વંશ-અર્થશાસ્ત્રના તેઓ નિષ્ણાત હોય એમ આપણે ધારી શકીએ નહિ.
બચાવ પક્ષ તરફથી આર્થિક મુદ્દા ઉપર જોરદાર દલીલે થઈ હોય એમ લાગતું નથી. મુસ્લિમ તરફથી ગોમાંસના પ્રેટીન દ્વારા પષણ મળવાની દલીલનું પણ આર્થિક સિદ્ધાંત ઉપર ખંડન કરવામાં આવ્યું હોય એમ લાગતું નથી. પરિણામે અશક્ત બળદો અને વસૂકી ગયેલી ભેસને ન મારવાની કાયદાની કલમ સુપ્રીમ કોર્ટે ગેરકાયદે કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org