________________
૧૫ . આમ દેખીતી રીતે જ, ગાય કરતાં ભેંસને ખવડાવવાને ખર્ચ સરેરાશ ૫૦ ટકા વધારે હોય છે. તેની કિંમત પણ વધારે હોય છે. છતાં શહેરના પશુપાલકે ભેંસ રાખવાનું વધુ પસંદ કરે છે, કારણ કે ભેંસના દૂધમાં પાણીની ભેળસેળ સહેલાઈથી કરી શકાય છે. ગાયના ધમાં છૂટથી ભેળસેળ નથી થઈ શકતી. જે ચીજની અછત ન હોય એ ખરીદવામાં તેની શુદ્ધતા અને ગુણવત્તાને આગ્રહ રખાય છે, પણ જ્યારે અછત વધે છે ત્યારે ભેળસેળ વધે છે અને ગમે તે હલકા પ્રકારને માલ પણ વહેંચાઈ જાય છે. સરકારની નીતિએ દૂધની અછત સજી. એ અછતે ભેળસેળ સજી અને ભેળસેળે ભેંસના દૂધની ચોગ્યતા વધારી.
- દૂધ અને કેટલીક ગેરસમજો - મેટાં શહેરોમાં કે ગાયનું દૂધ પીવાને આગ્રહ રાખે તે દૂધવાળે સેસના દૂધમાં વધુ પાણી નાખીને, “તે ગાયનું દૂધ છે', એમ કહીને ભેંસનું જ દૂધ આપે છે. નાનાં શહેરમાં દૂધ પી શકે એવા શક્તિશાળી લેકે ગાયનું જ દૂધ પીએ છે. પણ મોટાભાગના લેકે પાસે પીવા માટે દૂધ ખરીદવા પૈસા નથી દેતા, તેથી તેઓ ચા પીએ છે અને ચા બનાવવા માટે ડું દૂધ ખરીદે છે. ગાયના દૂધ કરતાં -સંસના દૂધની ચા વધુ સારી થાય છે, અને તેમાં ઓછું દૂધ જોઈએ છે, માટે તેઓ ભેંસનું દૂધ પસંદ કરતાં હોય છે. આવી. સાવ સાદી સમજની વાત શ્રી વિનેબાજી, અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘ કે રાજય સરકારે પણ સમજતી નથી, સમજવા માંગતી પણ નથી, અને પશુપાલકો ભેંસને બદલે ગયે પાળવા લલચાય માટે ગાયના દૂધને -ભાવ સને દૂધ એટલે જ રાખવાનો આગ્રહ રાખે છે. પણ એમ કરવાથી દૂધનું બજાર સંકડાઈ જશે. જે લોકો ચા બનાવવા જ દૂધ ખરીદે છે, તેઓ તે ભેંસનું જ દૂધ લેવાના છે, પણ જે સાધારણ શ્રીમંત લેકે પીવા માટે ગાયનું દૂધ લે છે તેઓ પણ ભાવ વધી જતાં ગાયના દૂધની ખરીદી ઓછી કરી નાખશે. આથી ગાનું હિત ગંભીર રીતે દેખમાશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org