________________
ચાર આશ્રવાઃ મિથ્યાત્વ-અવિરતિ-કષાય યોગ
. એ વિશેષણોની વિકૃતિ જ ક્રોધ, (પ્રકાશ), માન (સર્વોચ્ચ પ્રકાશ), માયા (સ્વ-પર પ્રકાશ) અને લોભ (સર્વપ્રકાશ) છે. (પાંચ અસ્તિકામાં જીવનું સ્થાન પરમ ઉચ્ચ છે.)
આવા આ કષાય આત્માના પ્રશાંત સ્વરૂપને ક્ષતિ પહોંચાડે છે.
યોગ
યોગ એટલે કરણ. એના ત્રણ પ્રકાર છે. મનોયોગ, વચનયોગ અને કાયયોગ, મનોવર્ગણા, ભાષાવર્ગણા, દારિક કે વૈક્રિય વર્ગણા, અને આત્મા મળી મનોયોગ, વચનયોગ અને કાયયોગ બને છે.
આ યોગ આત્માના અરૂપી (નિરાકાર) સ્વરૂપ ઉપર આવરણ કરે છે.
આ ચાર આશ્રવમાંના પ્રથમ ત્રણ ઉપયોગના અશુદ્ધ ચૈતન્ય ભાવો છે પરંતુ જડ નથી. એ ઉપયોગની વિકારિતા અને ક્રમિકતા સૂચવે છે. ઉપયોગના કંપનને કારણે જે કર્મબંધ (આશ્રવ) થાય છે તેમાં કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ અને કષાય છે.
જ્યારે આત્મપ્રદેશના કંપનથી જે આશ્રવબંધ થાય છે, તેમાં પ્રધાનતા એ કાયયોગ કારણભૂત છે. આને યોગાશ્રવ કહે છે.
મિથ્યાત્વ-અવિરતિ-કષાય એ આપણા વિકારી, અશુદ્ધ ચૈતન્યભાવો છે. આ ભાવો કાયયોગ વિના ભોગવી શકાતા નથી. તેથી તે ભાવોની ચેષ્ટા કાયયોગ દ્વારા બહાર થાય છે. મન-વચન-કાયાના યોગ એ ભાવતત્ત્વ નથી પરંતુ દ્રવ્યતત્ત્વ છે, જે પુગલના બનેલા છે.
ભાવમનનો નાશ થતાં ત્રણ યોગનો સહજ નાશ થાય છે. ભાવમનનો નાશ થતાં ૧૩મા ગુણસ્થાનકે પ્રવેશ થાય છે, અને યોગના નાશે ૧૪મા ગુણસ્થાનકની અંતે નિર્વાણ થતાં સિધ્ધ થવાય છે.
- તનનું કારણ મન છે. મનનું કારણ ભાવમન છે, ભાવમનનું કારણ ઘાતકર્મો છે. ઘાતકર્મના નાશે અમન થવાય છે અને વિદેહી બનાય છે. વિદેહી થયેલ પછી અહી એવા સિદ્ધિ સ્વરૂપની સહજ જ પ્રાપ્તિ કરે છે.
આપણા મિથ્યાત્વ-અવિરતિ-કષાયથી થતાં આશ્રવ પ્રમાણે કર્મબંધ થાય છે, અને થયેલાં કર્મબંધ પ્રમાણે કર્મવિપાકો થાય છે. જેના અનુસારે સંસારનું નાટકચક્ર ચાલે છે. છતાં નાટક ભજવતાં આપણે મિથ્યાત્વ-અવિરતિ કષાયને નથી સમજતાં. હા ! આપણે બીજાઓના મિથ્યાત્વ-અવિરતિ-કષાયને અંગે જે બીજાના તરફથી દુઃખી થઈએ છીએ તે સમજીએ છીએ. બીજાના મિથ્યાત્વાદિ આપણને નડે છે એમ સમજીએ છીએ. તે જ અજ્ઞાનની ઊંધી ચાલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org