________________
ઘાતિ-અઘાતિ કર્મ અને કર્મમુક્તિ સાધના અક્ષય-અવિનાશી સ્થિતિ અગુરુલઘુ સ્થિતિ
ક્ષયસ્થિતિ-વિનાશી સ્થિતિ
ગુરુલઘુ સ્થિતિ
એ જ સૂચવે છે કે પદ્ગલના બનેલાં કર્મને છોડીએ તો તેના એટલે કે પુદ્ગલના ગુણથી છૂટીએ અને આત્માના પોતાના જે વિધેયાત્મક સ્વગુણો પોતામાં રહેલા કેલવજ્ઞાન, કેવલદર્શન, ચારિત્ર્ય, તપ અને અનંત વીર્ય પ્રગટ
થાય.
ģ
તાત્પર્ય એ કે કર્મયુક્ત આત્માએ આત્મશક્તિ ફોરવી કર્મમુક્ત થવાનું છે. અને તે માટે પ્રથમ એણે મોહનો નાશ કરી વીતરાગ બનવાનું છે, મોક્ષ પ્રતિના રત્નત્રયનું પ્રથમ ચરણ છે. એ બારમું ગુણસ્થાનક છે. એ માટે સુખનો અર્થાત્ સુખની મળેલી સાધનસામગ્રીનો અને સુખની ઇચ્છાનો ત્યાગ કરી દેવાનો છે. છતાંય જો સુખ ભોગવવા વારો આવે ત્યારે વૈરાગ્યભાવ રાખી અનાસક્ત,ર્મોિહી, નિઃસ્પૃહી, નિર્લેપ, સ્થિતપ્રજ્ઞ બનવાનું છે, જ્યારે દુઃખ આવે ત્યારે જ્ઞાનધ્યાનથી દુઃખનો સામનો કરી, દુ:ખને નહિ ભોગવતાં, અર્થાત્ દુઃખને નિહ ગાંઠતાં, દુઃખની અસર ન લેતાં, દુઃખમાં દુઃખી ન થતાં સુખી રહીને દુ:ખને ખતમ કરવાનું છે.
કર્મના ઉદયને આધીન થનારો બહિરાત્મા છે. કર્મના ઉદયનો આત્મબલથી ક્ષયોપશમ કરી ક્રર્મને જે આધીન કરે છે તે અંતરાત્મા છે અને ઘાતીકર્મના ઉદયને જે સર્વથા ખતમ કરે છે એટલે કે ક્ષય કરે છે તે પરમાત્મા છે. આવી પ્રક્રિયાથી વીતરાગ બનેલ અંતરાત્મા વીતરાગતાની તાકાતથી અજ્ઞાનના પડળને હઠાવી સ્વ-આત્મક્ષેત્રે વિદ્યમાન કૈવલજ્ઞાનને નિરાવરણ કરી સાકાર પરમાત્મા બને છે, આ મોક્ષ પ્રતિનું દ્વિતીય ચરણ છે જે તેરમું ગુણસ્થાનક છે, અંતે આયુષ્ય પૂરું થયે સર્વ અઘાતીકર્મની સ્થિતિ પૂરી થયે સાકાર પરમાત્મા નિરંજન, નિરાકાર, પરમાત્મા બની આત્મપ્રદેશોને દેહપિંજરમાંથી મુક્ત કરી અનામી, અરૂપી, અવિનાશી, અશરીરી, અજન્મા, અક્ષય, અખંડ, અગુરુલઘુ, અવ્યાબાધ સ્થિતિને પ્રાપ્ત કરે છે, જે આત્માનું મોક્ષ પ્રતિનું તૃતીય અને ચરમ ચરણ છે. એ ચૌદમું ગુણસ્થાનક છે.
આ શક્ય ત્યારે જ બને જ્યારે આત્મા, આત્માને વેદે; આત્મા એના ઉપયોગને વેદ.
૭
કર્મને વેદનારો કદી પરમાત્મા બની શકતો નથી. આત્માને સર્વથા વેદે એ જ પરમાત્મા બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org