________________
ઘાતિ-અઘાતિ કર્મ અને કર્મમુક્તિ સાધના શુદ્ધ આત્મપર્યાયની ચિંતવના વડે તત્ત્વજ્ઞ થયેલ હોવાથી કર્મના ઉદય ટાણે પણ તે કર્મની પ્રકૃતિ અને રસ નિરર્થક બનાવી શકીએ છીએ, રતિ ને અરતિથી, હર્ષ ને શોકથી પર થઈ શકીએ છીએ તે જ આત્માની મહાનતા છે.
નિદ્રામાં જીવ બાહ્ય સુખને કે દુઃખને વેદતાં નથી અને છતાં શાંતિનો અનુભવ હોય છે. તે જ મુજબ જાગૃતાવસ્થામાં, અપ્રમત્તાવસ્થામાં વીતરાગતાના જે ગુણો આપણે કેળવતા હોઈએ, તે ગુણોને જો વેદતા હોઈએ, તો કર્મના ઉદયની વેળાએ કર્મના પ્રકતિ અને રસને બાળી શકીએ છીએ અર્થાત નિરર્થક બનાવી શકીએ છીએ. ઉઘાડી આંખે જાગ્રતાવસ્થામાં નિદ્રા જેવી સ્થિતિમાં રહેતા શીખવું એ ધર્મસાધના છે. વીતરાગતાના બળે એવી ધર્મ સાધના થાય છે.
સંસારભાવ યુક્ત જાગ્રતાવસ્થામાં રાગ-દ્વેષ-કષાય-મોહાદિ ભાવો કરીએ છીએ. તો પછી પ્રશ્ન એ રહે છે કે જાગ્રતાવસ્થામાં નિદ્રાવસ્થા એટલે શું? જાગ્રતાવસ્થામાં સાક્ષીભાવમાં, નિર્લેપભાવમાં રહીએ અને મોહાદિ ભાવો ન કરીએ એ જ સ્થિતપ્રજ્ઞાવસ્થા અને નિઃસ્પૃહતા, તે જ તો જાગૃતાવસ્થામાં નિદ્રાવસ્થા છે. નિદ્રાવસ્થામાં તો પ્રમાદ છે જ ! અને તે દર્શનાવરણીય કર્મના ઉદયવાળી એવી કર્મભનિત અવસ્થા હોવા છતાં ત્યાં ત્યારે મોહાદિ, કષાયાદિ ભાવો તેટલા સમય પૂરતા થતા નથી, અને તોય આપણે પરમાત્મા બની શકતા નથી એનું કારણ પ્રમાદાવસ્થા છે, અને કર્મભનિત અવસ્થા છે. જ્યારે જાગ્રતાવસ્થામાં જ્યાં પ્રમાદ નથી ત્યાં પુરુષાર્થથી વીતરાગતા સેવતાં સેવતાં વીતરાગતાના બળે પરમાત્મા બની શકાય છે.
પાંચે ઈન્દ્રિયો જાગ્રતવસ્થામાં ભલે જાગ્રત રહે પરંતુ તેને મહાદિભાવ સાથે ન રાખતાં મોદાદિ ભાવોને નિદ્રાવત્ બનાવવા સ્વભાવમાં તન્મય થઈ જવું. ક્રોધ-લોભાદિ સર્વ કષાય ભાવો ઇન્દ્રિયજનિત ભાવો છે, અને તે ઇન્દ્રિયો માટે છે, તેથી તેવા કષાયાદિ ભાવોને નિદ્રાવતું બનાવી અર્થાત્ સુષુપ્ત કરી દઈને નિરર્થક બનાવવા તે આંતરક્રિયા છે, જે સાચી ધર્મસાધના છે અને તે આપણે કરવી જોઈએ. દર્શનાવરણીયકર્મ (નિદ્રા)ને કારણે એમાં દેહભાન રહેતું નથી, તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની એવી તાકાત આપણે કેળવવી જોઈએ કે ઉત્થાન દશામાં, જાગૃતાવસ્થામાં સ્વરૂપસ્થિત થઈને દેહભાન ભૂલી શકાય.
ગમે તે ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્ત હોઈએ એ ધર્માનુષ્ઠાનમાં ઉપર્યુક્ત આંતરક્રિયા કરવા વડે કરીને જ કર્મના ઉપશમ કે (શમન) ક્ષયોપશમ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org