________________
૨. ચાર આશ્રવ :મિથ્યાત્વ અવિરતિ-પાયયોગ
કાર્પણ વર્ગણાનું આત્મપ્રદેશ સાથે બદ્ધ સંબંધમાં આવી ક્ષીરનીર સમ એકમેક થઈ કર્મરૂપે પરિણમવાની પ્રક્રિયાને જૈન દર્શનમાં આશ્રવ તરીકે ઓળખવામાં આવે છે.
આશ્રવને આવવાનાં દ્વાર ચાર છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને
યોગ.
મિથ્યાત્વ
મિથ્યાત્વ એટલે આત્માની અવળી મતિ. વિનાશી પ્રતિ સુખ અને ભોગવૃત્તિથી અવિનાશી બુદ્ધિ કરવી તેનું નામ મિથ્યાત્વ !
ઉદાહરણ તરીકે પુદ્ગલના બનેલા દેહમાં અવિનાશી બુધ્ધિથી અર્થાત્ દેહમાં આત્મબુદ્ધિથી, ભોગ અને સુખની ઇચ્છા રાખવી કે જે દેહ વિનાશી છે. ટૂંકમાં મિથ્યાત્વ એટલે દેહાત્મબુદ્ધિ.
આવું આ મિથ્યાત્વ આત્માના સત્, સમ્યગ્, અવિનાશી સ્વરૂપને ક્ષતિ પહોંચાડે છે.
અવિરતિ
અવિરતિ એટલે કે અવિરક્ત ભાવ અર્થાત્ વિરક્ત કહેતાં વૈરાગ્ય ભાવનો અભાવ. આત્માની અભાવ દશા કે જેમાં ‘લાવ-લાવ’ અને ‘જોઈએ છે-જોઈએ છે'ની ગ્રહણવૃત્તિ છે, જે અપૂર્ણ દશા છે અને તેને અવિરતિ કહે છે. ટૂંકમાં અવિરતિ એટલે આરંભ, પરિગ્રહ અને ભોગ. આવી અવિરતિ આત્માના પૂર્ણ સ્વરૂપને ક્ષતિ પહોંચાડે છે.
કાય
કષાય એટલે આત્માની અશાંતતા. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે જે આત્માને અશાંત રાખે છે. વાસ્તવિક કેવલજ્ઞાનનાં ચાર વિકારી વિશેષણો છે.
(૧)
કૈવલજ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે.
(૨) કેવલજ્ઞાન સર્વોચ્ચ પ્રકાશ છે. કેવલજ્ઞાન સ્વપર-પ્રકાશ સ્વરૂપ છે. કેવલજ્ઞાન સર્વપ્રકાશ છે.
(૩)
(૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org