________________
ત્રૈકાલિક આત્મવિજ્ઞાન
દ
છે. ક્ષાયિક ભાવો (ભગવાને કર્યા એ જ ભાવ)ની -દોષરહિત-ગુણપ્રાપ્તિ થશે. મોહાદિ ભાવોને નિદ્રાવત્ કરીશું તો જ મરશે. જાગૃત મોહાદિભાવ ભરતા નથી પણ જીવને મારે છે.
સંસારી જીવોને કર્મ સત્તામાં પણ પડેલાં છે. તે નવાં કર્મનો બંધ પણ કરે છે, અને ઉદયમાં આવેલ કર્મને પણ વેદે છે. આ સઘળી કર્મજનિત અવસ્થામાં પ્રતિપળે આત્મા હાજર હોવા છતાં આત્મા, આત્માને એટલે કે પોતાને નથી વેદતો પરંતુ કર્મજનિત અવસ્થાને, અર્થાત્ કર્મના ઉદયને વેદે છે, જ્યાં સુધી જીવ આત્માને નહિ વેદે ત્યાં સુધી જીવનો ઉદ્ધાર અર્થાત્ જીવનો નિસ્તાર નહિ થાય.
ગુરુ અને ગ્રંથ દ્વારા આત્માને જેમ જાણ્યો તેમ પોતાના જ આત્માને આત્મા વડે અનુભવવાનો છે, એ મહત્ત્વનું છે. મોક્ષમાર્ગે જવા માટે જે કરવાનું છે, જે થવું જોઈએ તે આત્મા દ્વારા આત્મામાં થવું જોઈએ.
અઘાતીકર્મના ઉદયને ન વેદતાં કેવળ આત્માને વેદવો. નાશ કરવાનો છે ચાર અઘાતીકર્મોનો. ઘાતીકર્મના સર્વથા નાશથી આત્માના જ્ઞાનાદિ ગુણો અવિનાશી અને અરૂપી બને છે.
તો હવે કર્મયુક્ત એવાં આપણે કર્મમુક્ત બનવા, વિચારવાનું છે કે.... હું એટલે કોણ ?
એટલે સિદ્ધાત્મા ?
અહં બ્રહ્માડસ્મિ
હું એટલે શરીર કે ચાર અઘાતીકર્મો અર્થાત્ નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્યકર્મની પ્રકૃતિઓ નહિ,
હું રૂપી નહિ પણ અરૂપી.
હું ઊંચ-નીચ, મોટો-નાનો નહિ પણ હું અગુરુલઘુ, હું વિનાશી નહિ પણ હું અવિનાશી-અક્ષય-નિત્ય-સત્, હું સુખી-દુઃખી નહિ; હું બાધ્ય-બાધક નહિ પણ હું અવ્યાબાધ સુખી.
ખૂબી તો એ છે કે ચારે અઘાતીકર્મના ક્ષયે (નાશથી) કરીને આત્મામાં પ્રગટ થતા સિદ્ધત્વના ગુણો જીવને ચોંટેલા પુદ્ગલદ્રવ્યના ગુણધર્મના નિષેધરૂપ છે. જેમ કે......
આત્માના સિદ્ધત્વના ગુણો અરૂપીપણું અવ્યાબાધપણું
Jain Education International
પુદ્ગલના ગુણધર્મો રૂપીપણું બાધ્ય-બાધકર્તા
For Private & Personal Use Only
www.jainelibrary.org