________________
ઘાતી-અઘાતી કર્મ અને કર્મમુક્તિ સાધના છે. આ તો રાજા અને એના હજૂરિયા જેવી વાત છે, જેમ રાજાના નામે જ રાજાનો હજૂરિયો પોતાની સત્તા ચલાવે, કર્મ, પ્રકૃતિનો અર્થાત્ આત્માનો જ આધાર લઈને પ્રકૃતિને જ દબાવીને પોતાનું જ રાજ - પોતાની જ સત્તા ચલાવે છે. માટે હવે આ કર્મભનિત અવસ્થામાંથી મુક્ત થવું હોય તો ઘાતી કર્મનો નાશ કરવાનો પુરુષાર્થ કરવો રહ્યો.
કર્માધીન અવસ્થા એ પરાધીન અવસ્થા છે. આત્માધીન અવસ્થા એ સ્વાધીન અવસ્થા છે. ભાવથી કર્મબંધ થાય છે. કર્મમાં બંધ છે. ભાવમાં બંધ નથી. ભાવ કરવામાં જીવ સ્વાધીન છે. કર્મનો ગમે એવો ઉદય હોય, આપણે આપણો ભાવ સુધારીને એટલે કે સમ્યગુ બનાવીને સુધારો કરી શકીએ છીએ. એને જ તો ધર્મપુરુષાર્થ, મોક્ષપુરુષાર્થ કહેવાય છે. “કર્મ સુધરે એટલે ભાવ સુધરે એવું નથી. સાચું વિધાન તો એ છે તે ભાવ સુધરશે તેમ તેમ કર્મનો નાશ થતો જશે. બાકી બહારનાં સત્તા, સંપત્તિ, સામર્થ્ય આદિ કર્મના ઉદયે મળવા એ પ્રારબ્ધ છે અને આત્માને મળ, વિક્ષેપ આવરણથી મુક્ત કરી આત્માને નિરાવરણ શુદ્ધાત્મા, પૂર્ણાત્મા, પરમાત્મા બનાવવો તે પુરુષાર્થ છે. પરિણામ એ આવે એ પ્રારબ્ધાનુસાર છે. પ્રારબ્ધ પરવસ્તુ સંબંધે છે અને તે પરાધીનતા છે. વસ્તુ મળે પણ ખરી અને ન ય મળે.
ભાવ પ્રમાણે કર્મબંધ થાય છે એ યાદ રાખી આપણે સારા ભાવ કરતાં શીખવું જોઈએ. ભાવ પ્રમાણે કર્મ ખતમ થાય છે તેથી સારા ભાવ રાખવા જોઈએ. ભાવ આત્માનો છે. કર્મના ઉદયને જાળવવાના નથી. જાળવવાનો તો આત્માના ભાવને છે. ધર્મકથાનુયોગમાં કથાપાત્રના કર્મોદયને એટલે કે પુણ્ય-પાપના ઉદયને ન જોતાં તે તે વ્યક્તિમાં પાત્રમાં રહેલ આત્મભાવને જોતાં શીખીશું તો આત્મભાવને પામીશું. આત્મભાવ કદી પુદ્ગલદ્રવ્યથી ખરીદી શકાતો નથી. આત્મભાવ-બ્રહ્મભાવ-દિવ્યસંપત્તિ જે આપણા આત્મામાં છે તે આપણે કેળવવાની છે, વિકસાવવાની છે.
અઘાતકર્મનો ઉદય જેમ ચાલે છે એમ ચાલવા દેવો. થાય છે તેમ થવા દેવું અને વચ્ચે ડખલ કરવી નહિ. તેના કર્તા યા ભોક્તા બનવું નહિ. અઘાતી કર્મના ઉદયના અકર્તા અભોક્તા બનીએ તે સમભાવ છે. એમાં કર્મના ઉદયની અસર ન લેતાં અસંગ, નિર્લેપ, સ્થિતપ્રજ્ઞ બની રહેવાનું છે.
જાગ્રતાવસ્થામાં ગુણપ્રાપ્તિ વખતે દોષરહિતતા આવે તો તેના ફળરૂપે ધ્યાન અને સમાધિ મળે છે. જે ધર્મનું ફળ છે એ ફળ તત્સમય-તત્કાળ છે. એ જ સમયે તૃપ્તિની, શાંતિની, સમતાની, આનંદની અનુભૂતિ થાય છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org