Book Title: Traikalik Atmavigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 10
________________ ૧. ઘાતી અપાતી કર્મ અને કર્મમુક્તિ સાધના સંસારી જીવને બે દશા વર્તે. એક તો અઘાતીકર્મના ઉદયવાળી પાપપુણ્યના ઉદયરૂપ બાહ્યદશા, જે દેહાદિ અર્થાત્ આયુષ્યકર્મ, વેદનીયકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ છે. બીજી દશા તે ઘાતી કર્મના ઉદયવાળી અઢાર પાપસ્થાનકોના ભાવયુક્ત કષાય-અજ્ઞાન, મોહભાવ, દેહભાવવાળી અત્યંતર એવી આંતરદશા. મોહનીય કર્મ એ મુખ્ય અને સૂક્ષ્મ ઘાતીકર્મ છે. એ મોહને રમવાનાં રમકડાં સ્થૂલ એવાં અઘાતીકર્મો છે. આમ અઘાતીકર્મનું મૂળ ઘાતીકર્મ છે અને ઘાતીકર્મનું મૂળ મોહ અને અજ્ઞાન છે. મોહ અને અજ્ઞાનને ખતમ કરવાથી ઘાતીકર્મોનો સર્વથા નાશ થાય છે. પછી અઘાતીકર્મો કાળક્રમે પૂરાં થતા અજન્મા બનાય છે. અઘાતીકર્મોનો પ્રધાન સંબંધ શરીર સાથે છે. અને શરીરનો સંબંધ આત્મપ્રદેશની સાથે છે, ઘાતીકર્મોનો પ્રધાન સંબંધ મન સાથે છે, અને મનનો સંબંધ ઉપયોગ સાથે છે, જે ચેતના છે. આમ અઘાતીો કાયયોગ પ્રધાન છે. જ્યારે ઘાતી કર્મો મનોયોગ પ્રધાન છે. ઘાતી કર્મો અસત્ પુરુષાર્થ પ્રમાણે હોય છ; જ્યારે અઘાતીકર્મો ભવિતવ્યતા અર્થાત્ પ્રારબ્ધ કે નિતિ પ્રમાણે છે. આત્માના ઉપયોગ ઉપર અશુધ્ધિ ઘાતીકર્મોની છે. જ્યારે આત્માના પ્રદેશ ઉપર અશુદ્ધિ અઘાતી કર્મોની છે. અઘાતી કર્મોની શુભાશુભ અશુધ્ધિ એ ઉપયોગ ઉપરની ઘાતીકર્મની અશુદ્ધિનું પરિણામ છે. આમ એ સ્પષ્ટ થાય છે કે ઘાતીકર્મો આત્માના ઉપયોગ (જ્ઞાન-દર્શનઉપયોગ)ની નિત્યતાને અર્થાત્ અવિનાશિતાને આવરે છે, જ્યારે અઘાતીકર્મો આત્માના અરૂપીપણા, અશરીરી અદેહીપણાને આવરે છે. આત્માને તન અને મનનો વળગાડ છે, જે દુઃખરૂપ છે, તન અને મનથી મુક્ત થવું તે મોક્ષ છે, દુઃખને રહેવાનું સ્થાન તન અને મન છે; જેણે તન અને મનને પોતાનાં માખ્યાં તે દુઃખી થવાનો જ છે. તનનું મૂળ મન છે, અને મનનું કાર્ય તન છે. માટે જ પ્રથમ ઘાતીકર્મનો એટલે મનનો નાશ થાય છે. અને પછી પ્રારબ્ધાનુસાર મનુષ્યકર્મ પૂરું થયે તનનો એટલે કે અઘાતીકર્મોનો અંત આવે છે કે કહો નામ થાય છે. કષાય તથા કષાયના ભાવો અર્થાત્ મોહભાવો S-1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 282