________________
પણ આ સાહસોનું ફળ શું? અઢળક લક્ષ્મીનું આગમન. ત્યારે એ લક્ષમીને આદર સુરતી જેને એ ક રાખ્યો? સુરતી જનેએ માન્યું છે કે આ લક્ષ્મી કુવાનું જળ છે. જેમ વપરાશે તેમ નવું પેદા થશે. જેનેના શાસ્ત્રકારોએ પણ ઉપસ્યું છે કે લક્ષ્મીના ત્રણજ માર્ગ છે. દાન, લેગ અને નાશ. આથી સુરતી જૈનોએ દાન આપવામાં બાકી નથી રાખી તેમ ભેગ જોગવવામાં પણ ખામી નથી રાખી.
સુરતના જૈનેએ સ્વાર્થી બની આ દાનનો ઉપયોગ કેવળ પિતાનાજ આંગણે નથી કર્યો એ તે જગ જાહેર છે. સુરતના જન આંગણેથી કેઈપણ ભિક્ષુક હિલ મહેયે પાછો નથી ગયે. આથી સુરતી એ પિતાના મઢે જેમ ખુબસુરત રાખ્યા છે તેમ અન્યના રાખવામાં પણ ગ્ય ફાળે આપે છે.
તે છતાંય સુરતના આંગણે આ પ્રજાએ પિતાના દાનના વારી કયાં કયાં અનુકુળ ક્ષેત્રમાં વહાવ્યા છે એજ આ પુસ્તક પ્રકાશીત કરવાને ઉદ્દેશ છે. સુરતમાં ચાલતી કેળવણીની સંસ્થાઓ, કેળવણી પિષક સંસ્થાઓ, જ્ઞાન ભંડારે, ઉપાશ્રયે, ધર્મશાળાઓ, પાઠશાળાઓ, દવાખાનાઓ, આદિ સર્વ સામાછક સંસ્થાઓની ઉત્પત્તિ, આવશ્યકતા-ઉદેશ અને તેને અને થતે અમલ, જાહેર પ્રજાને જણાવવા અને તેવી નવી સંસ્થાએ ઉભી કરવા વિનવવાને આ પુસ્તક પ્રકાશીત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com