________________
૨૦૫"
મારી નખાવું તે તારું આ જગાએ શું ચાલે? તે વખતે જગ.. સાથે પિતાની કમરમાંથી એક પીસ્તલની જોડ કાઢી બતાવી ને કહ્યું કે મારી પાસે આ ગળી ભરેલાં બે હથીયાર છે તેથી એવી વખતે મારનારને એકવાર મારૂં અને પછી મરું. નવાબે એ વાત મનમાં રાખી મુકી અને હસીને બીજી વાત કરવા માંડી. જ્યારે જગન્નાથ ઉઠે ત્યારે પછવાડેથી અરબ પાસે તેને પકડાવીને વહાણમાં ચઢાવી દીધે. તે વેળા જગન્નાથની સાથે એક મે કરીને ચાકર હતું. તેના હાથની રૂા. ૨૦૦)ની વીંટી વહાણમાં અને તેણે ઉતારી આપીને બંને જણ છુટા થઈ તાપીમાં પડી તરતાં પેલેપાર નીકળ્યાં અને સુંવાળીમાં એક વેરાગીને ત્યાં સંતાયા. પછી તેઓ ત્યાંથી વડોદરે જઈ રહ્યાં. જ્યારે નવાબને ખબર પડી કે જગન્નાથ વડેકરે છે ત્યારે ત્યાંથી પકડી મંગાવવાની તગબીર કરી. જગન્નાથ પુણે જઈ પેશ્વાને મળ્યો અને પછી તેની સુરતમાં એક ઘલાવી. પુણેથી દયારામ ચેથી સુરતમાં આવ્યા ને હાલ જે દયારામ ઝવેરીની હવેલી કહેવાય છે તે તેણે બંધાવી છે.'
તેમણે કંપની સાથે સબંધ સારી રીતે વધાર્યો તે સાથે સુરતમાં પણ તેમની પ્રતિષ્ઠા અને લાગવગ જમ્બર હતાં. મુગલ બાદશાહ તરફથી નગરશેઠ તરિકે તેમની નિમણુક થઈ, એજ જૈનેની જાહોજલાલીનું પ્રત્યક્ષ સુચન છે.
આ સમયે સુરતમાં બીજી પરદેશી કંપનીઓ ફેન્ચ, પિટુગીઝ, વલંદા વિગેરેની પણ હતી. વેપારની હરિફાઈ માટે
એવી અફવા શહેરમાં ફેલાઈ કે ઈસ્ટ ઈન્ડીયા કંપનીને નાણુની ખેંચ છે. લેણદારને એ અફવા સાંભળી દરેડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com