________________
૨૦૭
આ પરથી રાજયવહિવટમાં જનાની થુ સત્તા હતી તે પણ સમજાશે.
આ જગન્નાથભાઈને ત્રણ જાગીરી મલી હતી. શનીયા અને પાલની એક જાગી, મીજી ધમડાછાની અને ત્રીજી પુના કુમારીયાની જે પેશ્વા અને અંગ્રેજ સરકાર વચ્ચે ખાલસા થઈ. ઉપરની એ હજી કાયમ છે.
જગન્નાથભાઈના પુત્ર નારણદાસ અને નારણુદાસના પુત્ર લક્ષ્મીદાસ થયાં. બળેવના તહેવાર જે સારાય હિંદમાં પુનમને દિવસે ઉજવાય છે તે દિવસે જૈનાની તિથિ હાવાથી પુનમને બદલે એકમના દિવસે મળેવ ઉજવવાન રિવાજ આ લક્ષ્મીદાસના વખતમાં શરૂ કરાવ્યે જે અદ્યાપી ચાલું છે. જાહેર પ્રજામાં જેના પેાતાનું મહત્વ કેટલું જાળવી શકતાં તે આ પથી સમજાશે. નગરશેઠાઇ તેમના સમયમાં પણ ચાલુ' રહી.
લક્ષ્મીદાસના પુત્ર નરસીંદાસ થયાં, તેમના વખતમાં સુરતમાં કુતરાનું હુલ્ય થયું હતુ. જે તેમણે સરકાર અને પ્રજા વચ્ચે રહી સમાધાન કરાવ્યું હતું.
નરસીંદાસના પુત્ર નરૈાતમદાસ થયાં તેમના વખતમાં લાયસેન્સ ટેક્ષ માટે સુરતમાં જબ્બર હીલચાલ થઈ હતી, જે માટે બીજા આગેવાના સાથે તેમના નેતૃત્વ નિચે પ્રજા અને સરકાર વચ્ચે સમાધાની થઇ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com