________________
૨૧e
ઘેલાં વચનમાં પણ ગુઢાર્થ સમાયેલું હોય છે એજ રીતિને આ પુસ્તક પણ તને અવશ્ય કાંઇને કાંઇ વિચારવાનું, સમજવાનું, આચરવાનું આપશે, તે તું વિકારે એજ અમારી મહેચ્છા. * અન્તમાં બધુ! તું સમાજનેતા હે વા સુધારક, સેવક
વા સેવાભિલાષી ગમે તે હે, હે તે હે, પણ સમાજના આ સે કર્તવ્ય ક્ષેત્રે પિકી ગમે તે ક્ષેત્રમાં, જ્યાં જ્યાં તારો નિવાસ હોય ત્યાં ત્યાં યથાશક્તિ સેવા આપવાને નિશ્ચય કરે એજ આ પ્રયત્નની સફળતા લેખાશે. અને યુવાન મિત્ર,
તમે તે આ પુસ્તકને કઈ સંસ્થાને રિપોર્ટ માની ફેંકી ન દેતાં આ પુસ્તકમાં જ્યાં ત્યાં તમારા જ વિચારોને પડઘો પાડવા, તમારી મહેચ્છાએ આલેખવા, તમારીજ ભાવનાઓ સમાજના વડીલે પાસે રજુ કરવા અલ્પ પ્રયત્ન સેવાયેલે દેખાશે તેથીજ ઉપસંહારમાં તમને કાંઈક કહેવાની ફરજ સ્વીકારું છું અને તે,
* તમે મહાગુજરાતના ગમે તે શહેર વા ગામડામાં વસતા છે પણ તમારે ત્યાં ઉપરના કર્તવ્ય ક્ષેત્રે તમારી સેવાની રાહ જોતાંજ હશે. આથી જ તમારે હૃદય હેય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com