________________
૨૦૬ - પ. તાત્કાલીક કઈ પણ ઉપાય તે સમયે કંપનીના - હાથમાં ન હતા. આવા કટોકટીના સમયે ઈસ્ટ ઈન્ડીયા કંપનીના એજન્ટે નગરશેઠ જગન્નાથભાઈને બોલાવ્યા અને પરિસ્થિતિ જણાવી. આથી જગન્નાથભાઈએ કંપનીને મદદ કરવા જણાવ્યું કે “તમે મારા પર દરરોજ બાર વાગે લેણકારોને હુંડીઓ લખી આપજે! કંપનીના એજન્ટે ચાર દિવસ સુધી ઉપરા ઉપરી હુંડીઓ લખી આપી. એજન્ટને વિચાર થયે કે “નગર શેઠ આ રકમે કેમ આપી શકશે ?” આથી એજન્ટ પિતે નગર શેઠના ઘેર આવ્યા અને નાણાની ભરપાઈ માટે પૂછ્યું. જગન્નાથભાઈએ કશું પણ છુપાવ્યા સિવાય સત્ય હકિત જણાવતાં કહ્યું કે “તમારે ત્યાથી બાર વાગે જે હુંડીઓ લખાય તેના નાણા મારે ત્યાંથી સાંજે ચાર વાગે અપાય. પણ મારા ઘર પછવાડી તળાવ અને પીઠાઓ છે. (આ તળાવનું નામ નિશાન આજે નથી પણ ભાગાતળાવને લત્તા નામે ઓળખાતા ભાગમાં તે તળાવ હતું) આથી સાંજના નાણા લઈ જવા એ લેકો માટે જોખમકારક હોઈ નાણું કોઈ લઈ જતા નથી અને તે સા રકમે મારે ત્યાંજ જમા થયેલી છે. પણ આ રીતે જગનાથ ભાઈએ પિતાની પ્રતિષ્ઠા-લાગવગ–અને બુદ્ધિથી કંપનીની
પ્રતિષ્ઠા જાળવી. આ ઘટના જૈનેની તે સમયની સત્તાનું - સ્મરણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com