________________
૨૦૩
પ્રકરણ ૨૨ મું. નગરશેઠાઈ પણ પ્રાચિન, તે પણ વળી જૈનનીજ
સુરતના હાલના નગરશેઠ શ્રીયુત બાબુભાઈ ગુલાબભાઈ. સુરત શહેરના એક આગેવાન છે. તેઓ જૈન છે અને સુરતની નગર શેઠાઈ પેઢી દર પેઢી તેમના કુટુમ્બને મળતી આવી છે. તેઓ જૈન હેઈ તેમના કુટુમ્બ સાથે જૈનેને ઈતિહાસ અને જૈનેની પ્રાચિન જાહેરજલાલીનું સ્મરણ જળવાઈ રહ્યું છે. લગભગ ૧૬મી સદીથી તે તેમને જવલત ઇતિહાસ મલી આવે છે. આથી જ તેઓશ્રીનું કુટુમ્બ જેનેનું ગૌરવ છે. જૈનેની પ્રાચિન જાહેરજલાલીનું સ્મરણ તેમના કુટુમ્બ સાથે જળવાઈ રહ્યું હોવાથી તે ઈતિહાસ જાહેરની જાણ માટે આપ ઉચીતજ લેખાશે –
અત્યારના નગરશેઠ શ્રીયુત બાબુભાઈ ગુલાબભાઈની આઠમી પેઢીએ લાલદાસ વિઠ્ઠલદાસ થયાં, તેઓ એક મોટા દલાલ હતાં. ઈસ્ટ ઈન્ડીયા કંપની પંદર સેળ સિકામાં પ્રથમ સુરતમાં આવી અને પોતાનું થાણું નાખ્યું ત્યારથી જ લાલદાસભાઈને સબંધ કંપની સાથે જોડાયેલા અને તેઓ કંપથીના દલાલ નિમાયા. આ રીતે કંપની સાથે તેમને . સબંધ શરૂ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com