________________
પા
દર મહિને ઈનામ પણ આપવામાં આવે છે. અન્ય સંસ્થા એની પેઠે અત્રે અભ્યાસક્રમ ગોઠવવાની જરૂર છે. વહીવટદાર તરીકે શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરી તથા શેઠ ચુનીલાલ ગુલાબચંદ દાલીયા છે. શિક્ષક તરીકે માસ્તર ગોરધનદાસ ગીરધરલાલ કામ કરે છે. ' શેઠ ભુરાભાઈ નવલચંદ જૈન પાઠશાળા
આ પાઠશાળા સંવત ૧૮૦ માં સ્થપાઈ છે. તેને ખર્ચ શેઠ ભુરાભાઈ તેિજ આપે છે. ૨૫ વિદ્યાથીઓ આ સસ્થાને લાભ લઈ રહ્યો છે. નવકાર મંત્રથી નવ મરણ આદી ભણાવવામાં આવે છે. ઈનામ પણ તેમનાજ તરફથી અપાય છે. પાઠશાળા માટે સ્વતંત્ર મકાન નથી. સમય રાતના છા થી ૮ રાખવામાં આવેલ છે. આ પાઠશાળાને વહીવટ પણ તેઓ પોતે જ કરે છે. અન્ય સંસ્થાઓની માફક અભ્યાસક્રમ અને લાયબ્રેરીની ગુટિઓથી આ સંસ્થા પણ વંચીત નથી. શિક્ષક તરીકે માસ્તર ગોરધનદાસ ગીરધરલાલ કામ કરે છે.
છાપરીયા શેરી જૈન પાઠશાળા
* આ સંસ્થાની સ્થાપના સંવત ૧૯૮૨ના ભાદરવા શુદ પાંચમના રોજ થયેલ છે. આ સંસ્થા શેઠ નગીનભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com