________________
૧૪૧
ભુવનની જરૂરીયાત ઉભી થઈ છે, અને હજીરા પણ તેવું જ સુંદર સ્થળ હોવાથી ત્યાં પણ આરોગ્ય ભુવનની જરૂરીયાત છે. અમારા સાંભળવા મુજબ મહેમ શેઠ ભાઈચંદ કલ્યાણચંદ ઝવેરીના વિલમાં જણાવ્યા મુજબ એક સેનીટેરીયમ બંધાવવાનું છે. જે એ વિલનું ટ્રસ્ટી મંડળ ઉપરના બને સ્થળ પૈકી ગમે ત્યાં એક સ્થળે જે સેનીટેરીયમ બંધાવે તે સુરતની જૈન સમાજને બહુ ઉપકારક નિવડે. આથી અમને આશા છે કે આ ટ્રસ્ટીમંડળ ઉપરની જરૂરીયાત પુરી પાડશેજ,
-
-
..
.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com