________________
૧૪૫જૈનેતરો માને છે કે જેને શ્રીમન્ત છે અને લેકે માને તેમાં લોકોને દોષ નથી. આ જૈન સમાજ શ્રીમન્ત છે એ માન્યતા સત્યથી વેગળી છે. હા. જૈન સમાજ એક વેપારી કેમ છે. ગરીબાઈ અને શ્રીમન્તાઈને ભેદ કઈ ન પારખી જાય તેમાં વેપારી ડહાપણ છે. આથી જ જૈનેની ગરીબાઈ સ્પષ્ટ તરી આવતી નથી, બાકી જૈન સમાજને મેટો ભાગ ગરીબમાં ગરીબ છે. | જૈન કેમ એ ધર્મશ્રદ્ધાળું કોમ છે. આથી જ સાચું સાધર્મિવાત્સલ્ય કયું? એ વિચારવું જ ઘટે. એક દિવસ હજારનું દાન કરીએ અને બીજે જ દિવસે કેઈ ગરીબ સાધર્મિ બધુ પિતાના આંગણે આવે તેને ધકકે મારી હાર કાઢીએ એ સાચું સાધાર્મવાત્સલ્ય ન ગણાય. શાસ્ત્ર પણ તેમાં ઈન્કાર ભણે છે. શાસ્ત્રાજ્ઞા સાથે ફરમાવે છે કે દાન લેનાર કરતાં શકિત હોય છતાં ન આપનાર વધારે અધમ છે આ પરથીજ શા સાધર્મિવાત્સલ્ય માટે શું ફરમાવે છે તે સ્પષ્ટ સમજાશે.
જૈનેતર કહે છે કે જૈનેની દયા લીલવણી અને સુકવણમાં આવી વસી છે. એ આક્ષેપોને આપણે સત્ય નજ કહી શકીયે. કારણ જૈન સમાજનો દયા ધર્મ બહુ વિશાળ છે, તે ન જાણનારજ ઉપર આક્ષેપ કરે. પણ તે માન્યતા દૂર કરાવવા જૈન સમાજે સાચું બંધુત્વ ખીલવવું પડશેજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com