________________
૧૬૭
આ સપત્તિ મહારાજા જૈન હતાં. તેમણે હજારા જીન ખીમ્મા ભરાવ્યા છે. તેમનુ પૂનિત આગમન સૂર્યપુર અને રાંદેરમાં થએલું એમ સ્પષ્ટ માની શકાય છે. સૂપુરના પ્રાચિનતા આ પરથી સ્હેજે સમજી શકાશે.
ત્યાર પછી સૂપુરની પ્રાચિનતાના ઉલ્લેખ વસ્તુપાલ તેજપાલના શસમાંથી પણ મળી આવે છે. આ જૈન રત્ના વસ્તુપાલ અને તેજપાળ અને બન્ધુઓએ જૈન શાસનને દીપાવ્યું છે. તેઓ પણ તિર્થયાત્રા કરતાં કરતાં સૂર્યપુરમાં આવેલાં. તેમના રાસમાં લેખક જણાવે છે કે,
વસ્તુપાલ અને તેજપાલે સૂર્યાહિત્યપુરમાં ઋષભ પ્રભુનું ચૈત્ય કરાવ્યું,'
સુરતમાં જૈન દહેરાસરા, ઉપાશ્રયા અને ધમ શાળાઓ પ્રાચીન જાહેાજલાલીના પૂણ્ય સ્મરણા છે અને તે આજકાલના નહિ પણ ઘણા પુરાણા. વળી એ બે પાંચ દહેરાસરાના ઉલ્લેખ નહિ પણ ચાન્નીસ ચાલીસ દહેરાસરાના ઉલ્લેખ છે. સુરત અમદાવાદ કે મુંબઇ નથી. લાખ દોઢ લાખની વસ્તી વાળુ' શહેર. તેમાં જૈના તા ચાર પાંચ હજારની સખ્યામાં. છતાં ચાલીસ ચાલીસ દહેરાસરા એ સપૂર્ણ જાહેાજલાલીનુ સ્મરણુ છે. સુરતના જૈન દહેરાસરા વિષે ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાને પ૩ર જણાવે છે કેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com