________________
૧૭૦
ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાને ર૭૫ જણાવે છે કે
કેટલાક આરસપહાણના પથરા (કેટલાક થેડી નકસીવાળા પણુ) શ્રાવકના દહેરામાં હોય છે તેવા મસીદના પગથીયામાં ચણી લીધા છે ને રાંદેરના મુસલમાને કહે છે કે મૂર્તિને અને તેના પથરાઓને ઉંધા નાખી એટલાના અને સંડાસના પગથીયા બનાવ્યા છે. કુંડ વધારી હજ કરેલાં અને દહેરાંની માટી મૂર્તિઓના ગોખલાઓ જે મુસલમાનેએ રહેવા દીધેલાં તે હજુ છે. લેખના પથરા ચણી લીધેલાં એટલે દહેરાં બંધાયાના વર્ષ ક્યાંથી જાણવામાં આવે ?'
આ ઉપરાંત સુરત શાહપુરમાં શ્રી ચીંતામણી પાર્શ્વ નાથનું દહેરાસર છે. એ ચીતામણી પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારી મર્તિ વિષે સુરતના જૈન વૃધધ કહે છે કે અત્યારે જે મેરઝા સામેની મસજીદ છે તે પહેલાં જૈન મંદીર હતું. ત્યાં આ ચીંતામણી પાર્શ્વનાથની મૂર્તિ હતી. એ મૂર્તિ કેવી રીતે લબ્ધ થઈ અને કેવી રીતે શાહપુરનું ચીન્તામણી મદીર અસ્તિત્વમાં આવ્યું તે વિષે કહેવાય છે કે જ્યારે મુસલમાને દહેરાસર તેડવા આવ્યા ત્યારે દહેરાસરના દરવાજા બંધ થઈ ગયા. રાત્રે એક ગરીબ શ્રાવકને સ્વમ આવ્યું કે “ચીંતામણી પાર્શ્વનાથની મૂર્તિ કુવામાં છે. ત્યાંથી મૂર્તિને બહાર કાઢી એક દહેરાસર બંધાવી તેમાં પધરાવે આ શ્રાવકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com