SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાને ર૭૫ જણાવે છે કે કેટલાક આરસપહાણના પથરા (કેટલાક થેડી નકસીવાળા પણુ) શ્રાવકના દહેરામાં હોય છે તેવા મસીદના પગથીયામાં ચણી લીધા છે ને રાંદેરના મુસલમાને કહે છે કે મૂર્તિને અને તેના પથરાઓને ઉંધા નાખી એટલાના અને સંડાસના પગથીયા બનાવ્યા છે. કુંડ વધારી હજ કરેલાં અને દહેરાંની માટી મૂર્તિઓના ગોખલાઓ જે મુસલમાનેએ રહેવા દીધેલાં તે હજુ છે. લેખના પથરા ચણી લીધેલાં એટલે દહેરાં બંધાયાના વર્ષ ક્યાંથી જાણવામાં આવે ?' આ ઉપરાંત સુરત શાહપુરમાં શ્રી ચીંતામણી પાર્શ્વ નાથનું દહેરાસર છે. એ ચીતામણી પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારી મર્તિ વિષે સુરતના જૈન વૃધધ કહે છે કે અત્યારે જે મેરઝા સામેની મસજીદ છે તે પહેલાં જૈન મંદીર હતું. ત્યાં આ ચીંતામણી પાર્શ્વનાથની મૂર્તિ હતી. એ મૂર્તિ કેવી રીતે લબ્ધ થઈ અને કેવી રીતે શાહપુરનું ચીન્તામણી મદીર અસ્તિત્વમાં આવ્યું તે વિષે કહેવાય છે કે જ્યારે મુસલમાને દહેરાસર તેડવા આવ્યા ત્યારે દહેરાસરના દરવાજા બંધ થઈ ગયા. રાત્રે એક ગરીબ શ્રાવકને સ્વમ આવ્યું કે “ચીંતામણી પાર્શ્વનાથની મૂર્તિ કુવામાં છે. ત્યાંથી મૂર્તિને બહાર કાઢી એક દહેરાસર બંધાવી તેમાં પધરાવે આ શ્રાવકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy