________________
૧૭
પિતાના સ્વમની વાત એ વખતે સુરતમાં જે યતિજી હતા તેમને કરી, સાથે જણાવ્યું કે મારી પાસે કાંઈ મુડી નથી. માત્ર એક રૂપીયે અને કડી છે. યતિજીએ ગમે તે બળે પણ શ્રાવકને કહ્યું કે આ કોથળીમાંથી તારે જેટલાં રૂપીયા જોઈતાં હશે તેટલાં મળશે અને તુ દહેરાસર બંધાવ પણ એક શરત કે, “આ કોથળી કદી ઉધી વાળી ઠાલવીશ નહિ.' પછી કુવામાં તપાસ કરી તે મૂર્તિ મળી આવી અને આ દહેરાસર બંધાવ્યું. આજે એ કુ દહેરાસરજીમાં મેજુદી છે. પેલી કોથળી અને કેડી પણ મજુદ છે. એ પ્રાચના દહેરાસર સંબંધી પણ ઉલ્લેખ મલી આવે છે. ગુજરાત. સર્વ સંગ્રહના કર્તા પાને પ૩૧ જણાવે છે કે,
મેરઝા સામેની મસજીદની કબર ૧૫૪૦માં ખુદાવીંદ ખાને બંધાવી છે. કારની પાસેની લાકડાની મસજીદ છે. તે શાહપુર મેહલ્લામાં જૈનનું દેવળ હતું. તે તેડીને તેમાંના સામાને બંધાવી.”
આ ઉપરથી આ ચીતામણી પાર્શ્વનાથનું દહેરાસર પંદરમાં સિકાનું તે તેવું જ જોઈએ. તે સાથે જૈનેની કેટકેટલી સમૃદ્ધિ ઈતિહાસ અને સંસ્કૃતિ કાળને ભેગા થઈ પડી છે તે સ્પષ્ટ સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com