________________
પ્રકરણ ૧૭ મું સૂર્યપુરની પ્રાચિનતા અને જેનેનું સ્થાન
સુરત એટલે પ્રાચિન સૂર્યપુર. “સૂર્યપુરનું અસ્તિત્વ કયારનું તે કહી શકાય નહિ પણ ઘણું પુરાણું ધામ તે ખરુંજ' આજે ભગવાન મહાવીરના નિર્વાણને અઢી હજાર વર્ષ થઈ ગયા. ભગવાન મહાવીરના નિર્વાણના અઢીસે વર્ષ પછીથી સૂર્યપુરના ઉલેખે મળી આવે છે. સૂર્યપુરમાં જેનેનું સ્થાન તે સમયથી જ ગૌરવવતુ હોય એમ સમજી શકાય છે. નીચેના ઉલ્લેખે તે વાતને સત્ય કરાવે છે.
શંદેર એક વખતનું પ્રાચિન નગર છે. ત્યાર પહેલાનું અથવા સમકાલીન સૂર્યપુર તે છેજ. રાંદેરના પુરાણું અસ્તિત્વ વિષે નીચેને ઉલેખ બસ છે. જે પરથી સૂર્યપુરની પ્રાચિનતા સમજી શકાશે. સંપત્તિ જેવા મહારાજા જે રાંદેરમાં ચાર ચાર દહેરાસરો બંધાવે તે સ્થળની જાહેરજલાલી સહેજે સમજી શકાય તેમ છે. ગુજરાત સર્વ સંગ્રહમાં પા-ર૭૫ લેખક લખે છે કે,
ભગવાન મહાવીરના નિર્વાણના ૨૭૧ વર્ષ બાદ સંપત્તિ રાજા હતાં. તેમના વખતમાં રાંદેરમાં ચાર દહેરાસરો બંધાયા હતાં.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com