________________
૫
આજે જૈન સમાજનુ... આંતરપટ ઉકેલતાં જણાય છે કે આ વગ જે પ્રજાનેા ઘડનાર-સનહાર છે, તે આજે ભયંકર અજ્ઞાનતામાં સબડે છે, તેથી જૈન પ્રજા વિસમી સદીમાં નહિ પણ ઓગણીશમી સદીમાં છે, એ જૈનેતરાના આક્ષેપ! આ કાર્ય પરત્વે સત્યથી વેગળા નથી. સ્ત્રી વર્ગની કેવળ અજ્ઞાનતાથીજ પ્રજા અધગતિના મુખ તરફ દોરાઈ રહી છે કારણુ જૈન પ્રજા ભૂલી ગઇ છે કે જેના હાથમાં પારણાની ઢારી છે તેનાજ હાથમાં સમાજની ઉન્નતિની ઢારી છે.
આથી આ વર્ગમાં અધશ્રદ્ધા પેસવા પામી છે. આજે બાળ અને વૃદ્ધ લગ્નને ભાગ થઈ પડેલી ખાળાએ, તેને અંગે થયેલાં તેમના કુટુ સ'સારા, તેના મૂળ રૂપ પરણે મળતુ વૈધવ્ય, વૈધવ્યના કારણે ગરીબડી ગાયશી માળાએના આર્તનાદે, પરિણામે થતાં અત્યાચાર અને અનાચાર, અને ખાળ જીવાની હિંસા આ સા અજ્ઞાનતાનાજ કટુ ફળા છે એમ કયા વિચારક નથી સ્વિકારતા
સમાજને આજે વસ્તુપાળ અને તેજપાળ, ભામાશાહ અને જગડુશા, હેમ અને હીર, યશ અને આનંદના દર્શનની ખાટ પડી છે. તે સ્ત્રી કેળવણી પ્રત્યે રખાતી એરકારી અને અવગણનાનુ ફળ છે એમ કંયા મનુષ્ય નથી સ્વિકારતા
22 19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com