________________
પ૩
"
સવારમાં ૮ થી ૯ બપોરના ૧ થી ૨ અને સાંજના ૭ થી ૮ એમ રાખવામાં આવેલ છે. માસ્તર તરીકે શાહ નાનચંદ કસ્તુરચંદ ચલાવે છે.
નવાપુરા
શ્રી નવાપુરા જૈન પાઠશાળા
આ સંસ્થા નવાપુરા સંઘ તરફથી સ્થપાઈ છે અને સંઘે કરેલા ફન્ડમાંથી આ સંસ્થા નભાવવામાં આવે છે. તેના મુખ્ય વહીવટદાર શાહ મગનલાલ રણછોડદાસ તથા શાહ મગનલાલ દેવચંદ ચલાવે છે. આ પાઠશાળાને લાભ છોકરા-છોકરીઓ તથા બેરા યે છે. અભ્યાસમાં નવસ્મરણ આદિ શિખવવામાં આવે છે. ઈનામ અપાય છે. છેકરા માટે રાતના ૬ થી ૮, છોકરીઓ માટે બપોરના ૧ થી ૪ રાખવામાં આવેલ છે ને સાથે બિરા પણ અભ્યાસ કરે છે. છોકરાના શિક્ષક તરીકે માસ્તર જગજીવન કસ્તુરચંદ કામ કરે છે. છોકરીઓ તથા બિરામાં શિક્ષિકા તરીકે બાઈ કમલાબાઈ કામ કરે છે. આ સંસ્થાને અભ્યાસક્રમ ગોઠવવાની જરૂર છે. એકંદર સંખ્યા ૫૦ ની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com