________________
૧૨પ
ધર્મશાળાઓને ઉપયોગ
આજથી અધી સદી પૂર્વે સુરતની યુવાવસ્થા હતી. તે પૂર્ણ કળાએ ખીલ્યું હતું અને એ સમયે જૈને પણ સમૃ- ધ્ધશાળી હતાં. આથી હરહંમેશ હજાર માણસે સુરતની યાત્રાએ આવતાં અને જતાં. એ સમયે આ ધર્મશાળાઓમાં એક ઓરડી મળવી મુશ્કેલ હતી. ત્યારે આ ધર્મશાળાઓની સંપૂર્ણ જરૂરીયાત હતી, પણ આજે એ સ્થિતિ નથી. આજે હજારો માનવે સુરતની યાત્રાએ નથી આવતાં. આથી આ. ધર્મશાળાઓ લગભગ ઉપગ વિનાની થઈ પડી છે. કેટલીક ધર્મશાળાઓ બાદ કરતાં બીજી ધર્મશાળાઓ નિર્મનુષ્ય જેવાય છે. તે તે સ્થિતિમાં કાંઈક સુધારણ ઘવી ઘટે છે. ત્યારે શું કરવું?
આ સ્થિતિમાં આ ધર્મશાળાઓનું શું કરવું એ વિચારણીય પ્રશ્ન છે. એ પ્રશ્નનો નિકાલ સુરતના જાણીતા આગેવાન સ્વ. ગુલાબચંદ દેવચંદ ઝવેરીએ કર્યો છે. અમે તે તેમને તેમની એ પ્રવૃત્તિ માટે ધન્યવાદ આપ્યા સિવાય નથી રહી શકતાં. જૈન સમાજ કેટલાક અંશે રૂઢી ચુસ્ત સમાજ છે. તેમાં કોઈ સુધારણ કરવી એ સાચા હિંમતવાન
પુરૂષનું જ કાર્ય છે અને તે સ્વ. શેઠ સાહેબે કર્યું છે. - તેઓશ્રીએ જોયું કે આજે ધર્મશાળાને વાસ્તવિક ઉપયોગ થતું નથી તે તેનો સારો ઉપચોગ થાય તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com