________________
૧૩૪
છે, ૧૦થી ૧૫ વર્ષના બાળકો લગ્નના વાળ વગડાવવામાં અને વરઘોડે ચડવામાં આનંદ પામે છે. ૧૫ થી ૨૦ વર્ષના ઉગતા યુવાને પતિ પત્નીના પરસ્પર પ્રેમમાં સપડાય છે. ૨૦ થી ૨૫ વર્ષના યુવાને આજે પીઢ ગણાય છે. બાળ બચાવાળા થાય છે. જેઓ પોતેજ છોકરા જેવા હોય છે તેમને છોકરાની પીડા આવી પડે છે, આ ઉપરાંત કેટલાય યુવાનો વેશ્યા વિલાસમાં–નાટક ચેટકમાં રંગ રાગમાં તન્મય હોય છે, કેટલાય સ્વમષ વા હતષથી ભયંકર શરીર હાની કરી રહ્યા હોય છે, પછી શેરડીને રસ જતાં કુચા જેવા શરીરે રહે તેમાં શું નવાઈ? માતા પિતાએ પણ કેવળ અજ્ઞાનતા વા ખેટા મહને કારણે પિતાના છોકરાને છેકશવાળા જેવા આતુર હોય છે, આમ એકંદર મનુષ્ય જીવનના પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમમાં સુવિદ્યા, સાવર્તન, સ્વાશ્રય, સેવા ભાવના, અને નિતિમય જીવનરૂપી માટીકાંકરા અને પત્થર ન નાખતાં અનિતિ રૂપી રેતી નાખી તે પાયાને ક્ષણભંગુર બનાવાય છે, પછી શારીરિક-માનસિક નૈતિક અને આધ્યાત્મિક અવનતિ આવકાર પામે તેમાં શું શંકા - પણ તે સ્થિતિ પૂનઃ પ્રાપ્ત કરવાને ઘણે સમય જોઈશે. ઘર તેહતાં એટલે વખત નથી જતે તેથી અનેક ગણે તેને બંધાવતાં થાય છે. જે વસ્તુને વિછિન્ન કરતાં વખત નથી ગયે તેને પુનઃ પ્રાપ્ત કરતાં અનેક વર્ષો જોઈશે. આથીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com