________________
૧૩૨
આધુનિક સમાજની શારીશ્તિ સપત્તિ લગભગ દયાજનક છે. મનુષ્યત્વને તદ્દન છાજતીજ લેખી શકાય, આજે જ્યાં જ્યાં નિરિક્ષણૢ કરીએ ત્યાં ત્યાં બેસી ગયેલાં ડાચાઓ, ઉડી ગયેલી આંખેા-નિસ્તેજ-નિર્વિર્ય હાડપિંજરા નજરે ચડે છે તે શાનુ પરિણામ ?
એ પ્રશ્નના ઉકેલ કરવા સારાય ભારતવર્ષ પર નજર ફેરવવી પડશે. આજે ભારતની પણ એજ અવદશા છે. ભારતનું નુર-તેજ હણાઇ ગયુ` છે. તેમાં જૈન સમાજ પણ તેથી વચીત નથી, ભારતની આજે શું દશા છે ?
જે ભારતવર્ષમાં યમદેવ પણ જેનાથી એ કદમ દૂર રહે તેવા મહાન્ ભિષ્મપિતા, બાર બાર વર્ષ સાથે વસવા છતાં સતી સીતાના માત્ર પગના નુપુરજ આળખનાર બ્રહ્મચારી લક્ષ્મણ, ખેડ’ગતા પગે ગાઉના ગાઉથી એકજ રાત્રીમાં મહાન્ગીરાજને પેાતાની હથેલીમાં લાવનાર વીર હનુમન્તવેશ્યાગૃહમાં નિવાસ છતાં એક ઘડીભર પણ જેનુ મન વિચલીત નથી થયું તેવા આત્મવિજેતા સ્કુન્નીભદ્ર થઇ ગયા એજ ભારતમાં આજે હાડિપ‘જરા નજરે ચડે છે. તે શાથી ?
જે ભારતની પ્રજા વીર અને બુધ્ધ, રામ અને કૃષ્ણપાર્શ્વ અને તેમની અનુયાયી હતી, જે ભારત સારાય વિશ્વનું' સ્વર્ગ-ન‘દનવન-સરસ્વતી મદીર ગણાતું, તે આજે ઉલટી દિશામાં પ્રગતિમાન જણાય છે તે શાથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com