________________
૧૨૪ આજે ગોપીપુરામાં આવેલ શેઠ પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા અને પરાઓની કેટલીક ધર્મશાળાઓ જૈનેનાજ ખજ ઉભી થયેલી છતાં સાર્વજનિક લાભાર્થે વપરાય છે. એમ દરેક સાર્વજનિક કાર્યમાં સુરતના ઉદાર જૈનેને ફાળે ૌરવવન્ત છે. જેનેની સમૃદ્ધિને ખ્યાલ
સુરતમાં દરેક જૈન લત્તા માં ધર્મશાળા-ઉપાશ્રય અને દહેરાસર એટલું તે કમમાંકમ છે. વિચાર ઉદ્દભવે કે કેટલાક શહેરોમાં એકાદ બે ધર્મશાળાઓ હોય અગર મોટું શહેર હોય તે બે ચાર ધર્મશાળા હોય પણ આ તે માત્ર નેનાજ લત્તાઓમાં જેની આઠેક ધર્મશાળાઓ છે એ શાથી?
કહેવાય છે કે સંદેર ભાંગીને સુરત વસ્યું અને સુરત ભાંગીને મુંબઈ વસ્યું એટલું તે સત્ય જ છે કે મુંબઈની ખીલવણીથી સુરતને ધકકે પહોંચે છે, બાકી નાણાવટમાં જૈનેની હાક વાગતી દેશ દેશાવર જૈનેની નામાંકિત પેઢીએની શાખ હતી. નાણાવટની જૈનોની પેઢીએ ઓટલા–બેન્ક ગણાતી. એ વખતની જૈનોની સમૃદ્ધિની કલપના પણ થઈ શકે તેમ નથી. માત્ર આજના ઉપાશ્રયે ધર્મશાળાઓદહેરાસરો તેને ખ્યાલ કરવા પુરતાંજ અવેશેષ વિદ્યમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com