________________
૭૨
સુરતને એગ્ય માર્ગદર્શક પણ મલ્યાં, જેમના સુપ્રયત્નનેજ સુરતના જૈનેની જાગૃતિ આભારી છે. તે શ્રીમદ્ આચાર્ય શ્રી સાગરાનંદ સૂરિજી. તેઓશ્રીએ આગમોના ઉધ્ધારનું પૂનિત કાર્ય આરંવ્યું. સાહિત્યના ઉદ્ધાર માટે અનેક વિધ પ્રયત્ન આદર્યા. તેમની એ અનન્ય સાહિત્ય ભકિતના શુભ ફળરૂપ આજે સુરતમાં શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફન્ડ અને “આગમાદય સમિતિ અસ્થિત્વમાં આવ્યાં, જેની કાર્ય-રેખા નીચે આપેલ છે, અને શાસન ભકત સુરતી જૈન જનતાએ પૂજ્ય આચાર્યશ્રીના સુપ્રયત્નોને વધાવી લીધા અને તે મારા પિતાને મળેલી લક્ષ્મીને યથાશક્તિ સદ્વ્યય કર્યો અને પિતાની શાસન ભકિતનું દિગ્દર્શન કરાવ્યું.
આ ઉપરાંત પ્રાચીન સાહિત્યની રક્ષા અને ઉધ્ધાર અથ જૈન જનતા બાળ બ્રહ્મચારી સુપ્રભાવ સ્વ. આચાર્ય મહારાજશ્રી વિજ્ય કમલ સૂરિજીની પણ ઝણી છે. તેઓ શ્રીના સદુપદેશ અને જ્ઞાનવૃધ્ધી પ્રત્યેની અથાગ પ્રીતિથીજ “શ્રી વિજ્ય કમલ સુરિશ્વરજી પ્રાચિન હસ્ત લીખિત પુસ્તકચ્છાર ફન્ડ સ્થપાયું.
આ ઉપરાંત પુસ્તકેય્યારના પવિત્ર કાર્યમાં યથાશકિત સેવા અર્પવા અને જૈન સાહિત્યને બહાર લાવવા “શ્રી નગીનચંદ મંછુભાઈ સાહિત્ય ઉધ્ધાર ફન્ડ” સ્થપાયું. આ કન્ડ પણ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદ સૂરિજીના સદુપદેશને જ આભારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com