________________
૧૦૧ જોઈએ, તેને બદલે આજે સર્વ તૈયારી પૂજારી કરી આપે પછીજ પૂજા થાય છે. પણ પૂજારી એટલે શું? એક ભાડુતી નેકર. નોકર નેકરીજ કરી એણે સેવા પૂજા ન કરી જાણે તે સ્વાભાવીક છે. તેમાંય કે મનુષ્યની સેવા પૂજા કરવાની હેય તે તે બધુય ચાલે, પણ આતા દેવના દેવ-ઈના પણ ઈન્દ્ર, એવા પરમાત્માની પૂજા સેવા કરવાની છે, અને તે પણ એક ભાડુતી નેકર પાસે કરાવવાનો સમય આવે એ જૈનો માટે ઓછું શરમાવનારૂં નથી.
છે ત્યારે પ્રશ્ન થાય કે શું અગાઉ પૂજારીઓ નહેતા રાખવામાં આવતાં? હા. રાખવામાં આવતાં પણ તે દહેરા શરાની સંભાળ રાખવા પુરતાંજ. આજની માફક તેમને દેના માલીક બનાવી નાખવામાં નહોતાં આવતાં આજે કેટલેય સ્થળે પૂજારીએાની જોહુકમીને પાર નથી. તિર્થ સ્થાનનાં પૂજારીઓની જોહુકમીથી તે સે કેઈ જાણીતું છે. આ પૂજારીએ કેણુ? જેઓ એમ માનતાં અને ઉપદેશતાં 3 "हस्तिना ताज्यमानोऽपि न गच्छेद जिन मंदिरम्" જૈનેતર છે. એજ આજે આ પણ ચેત્યેના માલીકે જેવા બન્યા એવી માન્યતાવાળા આ ભાડુતી નેકરે આપણું દેવાધી દેવેની શું–કેમ અને કેવા હૃદયથી સેવા-પૂજા કરે એ વિચારતાં ભાગ્યેજ કોઈ કહી શકશે કે જે થાય છે તે ઠીક થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com